Thursday, June 30, 2016

અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિન ઉજવાયો

  • DivyaBhaskar News Network
  • Jun 15, 2016, 05:35 AM IST
{ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયુ : વિવિધ સ્પર્ધાઓ

ભાસ્કર ન્યુઝ. અમરેલી

અમરેલીમાવિશ્વ પર્યાવરણ દિન નિમિતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામા આવી હતી. તકે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સ્પર્ધામા ઉતીર્ણ થનાર સ્પર્ધકોને પુરસ્કાર અપાયા હતા. કાર્યક્રમમા અમરેલી શહેર સહિત આજુબાજુ ગામના લોકો પણ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ચિત્ર સ્પર્ધા, સ્લોગન અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમરેલી શહેર અને આજુબાજુના ગામલોકોએ ભાગ લીધો હતો. સૌ પ્રથમ સ્પર્ધકોને પયાર્વરણ દિવસ ઉજવણીનો મહિમા દિનેશભાઇ ત્રીવેદી દ્વારા સમજાવવામા આવ્યો હતો. ત્રણેય સ્પર્ધામા પ્રથમ ક્રમે ઉતીર્ણ થનારા સ્પર્ધકોને પુસ્કાર આપી સન્માનીત કરાયા હતા. પ્રસંગે અમરેલી સીએમસી ટીમના વિજ્ઞાન સંયોજક અરૂણભાઇ પાનસુરીયા દ્વારા ગુજકોસ્ટ સંસ્થા તરફથી પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમના અંતમા ગોપીબેન રાદડીયા દ્વારા આભાર વિધી કરાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા, સંજીવભાઇ મહેતા, પી.કે.લહેરી, નિલેશભાઇ પારેખ, મનુભાઇ મહેતા, ગજેન્દ્રભાઇ દેસાઇ, દુર્ગાબેન મહેતા અને વિણાબેન ગાંધી સહિત વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

No comments: