Thursday, June 30, 2016

િવશ્વ સ્તરે માછલીની નવી પ્રજાતિ શોધાઈ


    િવશ્વ સ્તરે માછલીની નવી પ્રજાતિ શોધાઈ
    AdTech Ad
  • DivyaBhaskar News Network
  • Jun 30, 2016, 05:40 AM IST
    ફિશીંગહબ તરીકે વિશ્વમાં પ્રખ્યાત અેવા વેરાવળમાં પચ્ચીસ વર્ષથી કાર્યરત એવી ફીશીરીઝ કોલેજ ડી.એન.એ બાર કોડીંગ પધ્ધતિથી માછલીઓની પ્રજાતિ જાણવાના સંશોધનમાં ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. જેમાં સંશોધનનાં ત્રણ વર્ષનાં કાર્યકાળ દરમ્યાન વેરાવળનાં અંદાજે પંદરેક કી.મીનાં દરીયામાંથી 84 માછલીઓની પ્રજાતિની ઓળખ કરાઇ છે. જેમાંની એક માછલીની પ્રજાતિનો વૈશ્વિક સ્તરે પ્રથમવાર નોંધણી છે. જયારે 10 માછલીઓ સમગ્ર ભારતમાં પ્રથમવાર નોંધાઇ છે. ત્યારે ઐતિહાસીક સફળતાને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા ગુજરાતનાં 1600 કિ.મીનાં દરીયામાં પ્રકારનું ડીએનએ બારકોડીંગ પધ્ધતિથી માછલીઓની પ્રજાતિનું સંશોધન કાર્ય વેરાવળ ફીશરીઝ કોલેજને સુપ્રત કરેલ છે અને જેનો પ્રારંભ પણ થઇ ચુકયો છે.

    સામાન્ય સંજોગોમાં કોઇ માનવ અથવા પશુઓની પ્રજાતિનાં સચોટ સંશોધન માટે ફોરેન્સીક લેબ મારફત ડીએનએ ટેસ્ટ અમુક ચોક્કસ કિસ્સામાં કરવામાં આવે છે. ત્યારે ગુજરાતનાં 1600 કિ.મીનાં વિશાળ દરિયામાં રહેલી વિવિધ પ્રજાતીઓની માછલીની ઓળખ માટે ડીએનએ બારકોડીંગની કાર્યવાહી હાથ ધરવાનો મહત્વપુર્ણ નિર્ણય રાજય સરકારે લીધો છે અને નિર્ણય માટે નિમીત બન્યું છે વેરાવળમાં કાર્યરત ફીશરીઝ કોલેજનું મહત્વપુર્ણ સંશોધન. અંગે માહિતી આપતા વેરાવળ ફીશરીઝ કોલેજનાં પ્રિન્સીપાલ અને ડીન ડો.એ.વાય.દેસાઇએ જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેરાવળ સ્થિત ફીશરીઝ કોલેજના એકવાકલ્ચર વિભાગ દ્વારા વેરાવળનાં અંદાજે પંદરેક કી.મીનાં દરીયામાં રહેતી વિવિધ પ્રજાતિની માછલીઓની પ્રથમવાર અત્યાધુનિક ડીએનએ બારકોડીંગ પધ્ધતિથી ઓળખ માટેની સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

    સંશોધનમાં 84 જેટલી પ્રજાતિઓની માછલીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ હતી ત્યારે ટીમને સંશોધન દરમ્યાન એક મહત્વપુર્ણ સિધ્ધી હાંસલ થયેલ છે. જેમાં 84 માછલીની પ્રજાતિઓ પૈકીની એક સ્પાઇનીલોંચ નામની માછલીની વૈશ્વિક સ્તરે પ્રથમ વખત ઓળખ થઇ છે તો 10 માછલીઓને પ્રજાતીની સમગ્ર ભારતમાં પ્રથમવાર ઓળખ થઇ છે.

    કઇ પધ્ધતિથી પ્રજાતીનું વર્ગીકરણ થાય..?

    અત્યારસુધી માછલીઓની ઓળખ મારફોલોજીકલ કેરેકટર સીસ્ટમ (બાહય દેખાવનાં આધારે) થી વર્ગીકરણ કરાટું હતું પરંતુ માછલીના નાના બચ્ચા હોય તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મુશ્કેલી થતી હતી.

    પધ્ધતિથીશું થશે ફાયદાઓ..?

    ડીએનએબારકોડીંગ સીસ્ટમ ફાયદાકારક નીવડશે કારણકે, હાલ અનેક કારણોસર માછલીની પકડાશ ઓછી થતી જાય છે જેમાં પ્રદુષણ અને અનિયંત્રીત માછલીઓની પકડાશ મહત્વનો ભાવ ભજવે છે ત્યારે દસ વર્ષ પહેલા જે માછલીઓની પ્રજાતિઓ અહિનાં દરીયામાં હતી અને આજે તેની શું પરિસ્થિતી છે અને આવનારા વર્ષોમાં તે માછલીઓમાં શું ફેરફારો થશે તેની સચોટ માહિતી બારકોડીંગ પધ્ધતિથી જાણી શકાશે અને તેનાં અાધારે અંગેની મહત્વપુર્ણ નિતીઓ ઘડ શકશે.

    મહત્વપુર્ણસંશોધનનાં સહભાગીઓ

    જૂનાગઢકૃષિ યુનિવર્સિટી હસ્તકની વેરાવળ ફીશરીઝ કોલેજનાં મહત્વપુર્ણ સંશોધનને ચરીતાર્થ કરવા યુનિ.ના કુલપતિ એ.આર.પાઠક, કોલેજનાં ડીન ડો.એ. વાય દેસાઇ, પ્રો. ડો.બી.એ.ગોલકીયા અને વેરાવળ કોલેજનાં એકવાકલ્ચરનાં વડા ડો.એસ.આઇ. યુસુફઝાઇની ટીમની મહેનતનાં અંતે થયેલા સંશોધન વૈશ્વિક સ્તરની નોંધમાં મહત્વપુર્ણ બન્યું છે.

    ટુટોન ગોટફીશ

    ઓબટસ બારાક્યુડા

    રોઝી ડ્રોફ મોનોકલ બ્રીમ

    વાઈટ સીબ્રેમ

    નોટચોટગીયું ગોબી

    સેનથ્રુસ ક્રિમ એન્જલ ફીશ

    વિશ્વસ્તરે નોંધાયેલ માછલી : સ્પાઈનીલોંચ

    ભાસ્કર નોલેજ | ડીએનએ બારકોડીંગ પદ્ધતિથી સંશોધન, ભારતમાં સૌ પ્રથમવાર નવી શોધાઈ આવેલી માછલીઓની પ્રજાતિઓ

    સંશોધનમાં મળી સફળતા | વેરાવળ ફીશીરીઝ કોલેજને સ્પાઈનીલોંચ નામની માછલીની જાત મળી આવી

    15 કિ.મી.નાં દરીયામાંથી 84 પ્રજાતિઓની ઓળખ કરાઇ, દસ માછલીઓની પ્રજાતિ ભારતમાં પ્રથમવાર નોંધાઇ

    ડીએનએ બારકોડીંગ સીસ્ટમ એટલે શું..?

    ડીએનએબારકોડીંગ અંગે માહિતી આપતા સંશોધનમાં સામેલ ડો.યુસુફઝાઇએ જણાવ્યું હતુ કે, માછલીનાં શરીરમાં રહેલા કોષોમાં કણાભસુત્ર આવેલ હોય છે જે કોષને જરૂરી શક્તિ ઉત્પન્ન કરે છે તેમાં રહેલ ડીએનએ કે જે માઇટોકોન્ડરીયલ ડીએનએ તરીકે ઓળખાય છે તેમાંથી સાયટોક્રોમ ઓકસીડેઝ (સીઓઆઇ1) નામનું 658 બીપી લંબાઇ ધરાવતું જીન અલગ પાડવામાં આવે છે. સીઓઆઇ 1 જીનની વિશેષતા કે તે જે તે માછલીની પ્રજાતિ પ્રમાણે એક ચોક્કસ પ્રકારનું બંધારણ આવે છે જે બીજી પ્રજાતિ કરતા અલગ પડે છે સીઓઆઇ1 જીનનું બંધારણ જાણીને તેને બારકોડ ઓફ લાઇફ ડેટાબેઝ (બીઓએલડી) માં સરખાવીને માછલીની ચોક્કસ પ્રજાતિ જાણી શકાય છે અથવા તો નવી પ્રજાતિ તરીકે પ્રસ્થાપિત કરી શકાય છે.

    કંઇ રીતે થાય છે વૈશ્વિકસ્તરે નોંધ..?

    ડો.યુસુફભાઇએજણાવેલ કે વૈશ્વિકસ્તર પર જુદી-જુદી પ્રજાતીની માછલીઓ સહિતનાં જીવોનું એક ડેટાબેઇઝ સર્વર કેનેડા ખાતેથી સંચાલીત થાય છે. જે બારકોડ ઓફ લાઇવ ડેટા સીસ્ટમથી ઓળખાય છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી ડીએનએ બારકોડની પધ્ધતિથી થયેલા સંશોધનોની નોંધણી થાય છે. એક અંદાજ મુજબ વૈશ્વિકસ્તરે 32 હજાર પ્રકારની માછલીઓની પ્રજાતિ ઉપલબ્ધ છે. જેમાં ભારતમાં અંદાજે 2600 જેટલી અને જે પૈકીની ગુજરાતમાં 606 માછલીઓની પ્રજાતિઓ છે.

    પ્રોજેકટની મહત્વપુર્ણ સિધ્ધીને ધ્યાને લઇ કોલેજ દ્વારા સરકાર સમક્ષ ગુજરાતનાં દરિયાઇ વિસ્તારમાં ડીએનએ બારકોડીંગ સીસ્ટમથી માછલીઓની પ્રજાતિનાં વર્ગીકરણ માટેનો પંચવર્ષીય યોજના દરખાસ્ત કરાયેલ જેને મંજુર કરતા હાલ યોજના તળે સંશોધનની કામગીરી શરૂ કરી દેવાય છે.

    સંશોધનમાં માછલીની પ્રજાતીની વૈશ્વીકસ્તરે નોંધ લેવાઈ

    કાડ લીનાલ ફીશ

No comments: