- Bhaskar News, Junagadh
-
- Jun 29, 2016, 15:26 PM IST
જૂનાગઢઃ જૂનાગઢ જ નહી સમગ્ર સોરઠના વિકાસ માટે જીવાદોરી બની
શકે એમ છે એ ગિરનાર રોપ વે યોજના આડે ગીધનાં મામલે વિરોધ ઉઠ્યા બાદ
સેન્ટ્રલ વાઇલ્ડ લાઇફ બોર્ડે વર્ષો પહેલાં જૂનાગઢની મુલાકાત લીધી હતી.
દરમ્યાન આવતીકાલે આ મુદ્દાની ચર્ચા હવે કેન્દ્રિય પર્યાવરણ બોર્ડની બેઠકમાં
થનાર છે. આ મામલે કેન્દ્ર સરકારનું વલણ હકારાત્મક હોવાનું સાંસદ રાજેશ
ચુડાસમાએ જણાવ્યું છે.
ગિરનાર રોપ વે યોજનાને કેન્દ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડે મંજૂરી આપી દીધા
બાદ હવે સેન્ટ્રલ એન્વાયર્નમેન્ટ બોર્ડ સમક્ષ મંજૂરી માટે ફાઇલ ગઈ છે. અને
આવતીકાલ તા. 29 જુનના રોજ કમિટીની બેઠકમાં તેની ચર્ચા થશે. તેનું ક્લિયરન્સ
મળ્યા બાદ હવે જોકે, કેટલાક કોઠા આ યોજનાએ ભેદવાના છે એ જોવાનું રહે છે.
જોકે, કેન્દ્ર સરકાર આ યોજના માટે હકારાત્મક વલણ ધરાવતી હોવાનું સાંસદ
રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું. ગિરનાર રોપ વે કાર્યરત થાય તો જૂનાગઢ શહેરજ
નહીં આખા સોરઠમાં પ્રવાસન ઉદ્યોગ સોળે કળાએ ખીલી ઉઠે એમ છે. અત્યારે વર્ષ
દરમ્યાન તહેવારો અને રજાઓ દરમિયાન જ સોરઠમાં પ્રવાસીઓની ભીડ હોય છે તેને
બદલે 365 દિવસ પ્રવાસીઓની ભીડ રહેશે. ઘણા વર્ષોથી ચાલતા રોપ વે અંગેનાં
નિર્ણયને આખરી ઓપ અપાશે.
ગીધનાં સંરક્ષણ માટે ઉપાયો સુચવાયા
ગિરનાર રોપ વે ની ટ્રોલીનાં માર્ગમાં ગીધ ન આવી જાય અને આવી જાય એવા
સંજોગોમાં રાખવાના તકેદારીના પગલાં અગાઉ કેન્દ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડે
આપેલી મંજૂરી વખતે સુચવી દેવાયા હતા.
હવે પર્યાવરણની દૃષ્ટિએ ઉપાયો સુચવાશે
અગાઉ ગિરનાર રોપવે મામલે ગીધની સલામતીને લગતા સુચનો મળ્યા બાદ હવે
પર્યાવરણની દૃષ્ટિએ વિવિધ ઉપાયો સુચવવામાં અાવી શકે. જોકે, તેનું ક્લિયરન્સ
મળ્યા બાદ હવે ક્યા સરકારી વિભાગમાં આ ફાઇલ જશે તેની ફક્ત અટકળો જ લગાવવી
રહી.
રોપ વેનું માળખું ઉભું થતા પોણા બે વર્ષ લાગેે
તમામ તબક્કે ગિરનાર રોપ વે યોજના પર મંજૂરીની મહોર લાગી ગયા બાદ ઉષા
બ્રેકો કંપની તેની માળખાકિય કામગિરી હાથ ધરી શકે. એ કાર્ય શરૂ કર્યા બાદ
તેને પૂર્ણ થતાં અને રોપ-વે કાર્યરત થતાં દોઢ થી પોણા બે વર્ષનો સમય લાગી
શકે. એમ ઘણાં વખત પહેલાં ઉષા બ્રેકો કંપનીનાં વેસ્ટર્ન રીજ્યનનાં ડાયરેક્ટર
દિપક કપલીસે કહ્યું હતું. તેની ટ્રોલીની ડીઝાઇન, ટાવરની ઉંચાઇ અને ડીઝાઇન
તેમજ અન્ય બાબતોની કામગિરી ઉષા બ્રેકોએ ઘણા વખત પહેલાં પૂરી કરી હોવાનું પણ
એ વખતે તેમણે જણાવ્યું હતું.
No comments:
Post a Comment