Thursday, June 30, 2016

પ્રાણીઓ પર અત્યાચારના નિવારણ માટે જાગૃતિ લવાશે

  • DivyaBhaskar News Network
  • Jun 29, 2016, 06:35 AM IST
    અમરેલીમાંઆજે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની બેઠક મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે પ્રાણી પર થતા અત્યાચાર નિવારવા માટે લોક જાગૃતિ જરૂરી છે. માટે જુદાજુદા સ્થળે કેમ્પોનુ આયોજન કરાશે.

    વર્તમાન સમયમાં પ્રાણીઓ પર અત્યાચારની ઘટના વધતી જાય છે ત્યારે આજે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની બેઠક આજે અમરેલીમાં મળી હતી. બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતા જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમારે જણાવ્યું હતુ કે સમિતીના સભ્યો દ્વારા પ્રાણી અત્યાચાર નિવારણ અંગે સક્રિયતા દાખવવામા આવે તે જરૂરી છે. પ્રાણી પર થતા અત્યાચારનુ નિવારણ લાવવા લોક જાગૃતિ જરૂરી છે. બાબતે સમિતીના સભ્યોએ શાળાઓ અને શહેરી અને ગ્રામ્યકક્ષાએ કેમ્પોનુ આયોજન કરવુ જોઇએ. બેઠકમાં શહેરી વિસ્તારના બિનવારસી પશુઓ તથા જંગલ વિસ્તારના પ્રાણીઓને પુરતુ પ્રોટેકશન મળે તે અંગે ચર્ચા કરવામા આવી હતી. તેમજ આજીવન સભ્યોની નોંધણી શિક્ષણ વિભાગ દ્વારા લોક જાગૃતિમા સહયોગ, દરેક પોલીસ મથક અને વન કચેરીઓમાં અત્યાચાર નિવારણ સમિતીના સભ્યોની યાદી મોકલવા પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. બેઠકમા નાયબ પશુપાલક નિયામક ડો. આર.બી.નરોડીયાએ દરેક સભ્યોને ઓળખકાર્ડ આપવા, પાંજરાપોળ માટે ખર્ચની ફાળવણી સહીતની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

No comments: