
- Dilip Raval, Amreli
- Jun 14, 2016, 17:58 PM IST
રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા
પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના
ગ્રામ્ય વિસ્તારોમા પણ હવે મોટી સંખ્યામા સાવજો વસવાટ કરતા જોવા મળી રહ્યાં
છે. ત્યારે રાજુલા તાબાના કાતર ગામની સીમમાં એકસાથે 15 જેટલા સાવજોએ એક
ગાયનુ મારણ કરતા ફફડાટ ફેલાયો હતો.
ગ્રામજનોમાં ફફડાટ, ગૃપમાં 4 સિંહણ અને 11 સિંહબાળ
સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા તાલુકાના કાતર ગામની સીમમાં એકસાથે 15 સાવજોનું એક ગૃપ આવી ચડયુ છે. અહી રાત્રીના સમયે આ સાવજોએ એક ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સાવજોનુ ગૃપ અહી નવુ આવ્યું હોવાનુ સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે. આ સાવજો અહીના સીમ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યું છે.
સાવજોના ગૃપની સુરક્ષા માટે સઘન પેટ્રોલીંગ
આ ગૃપમાં 4 સિંહણ અને 11 સિંહબાળનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કોઇ સાવજોને હેરાનગતિ નથી કરતુ જેને પગલે આ સાવજો બિનદાસ્ત વાડી ખેતરોમાં આંટાફેરા મારી રહ્યાં છે. સ્થાનિક વનવિભાગ દ્વારા આ સાવજોના ગૃપની સુરક્ષા માટે સઘન પેટ્રોલીંગ કરવુ જોઇએ તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીપાવાવ સહિતના વિસ્તારોમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે.
સાવજોની કાળજી રાખવી પડશે : પ્રકૃતિપ્રેમી
પ્રકૃતિપ્રેમી શિવરાજભાઇ ધાખડાએ જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ પંથકમાં આમ તો અનેક વિસ્તારોમાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે કાતર વિસ્તારમા સાવજોનુ આ નવું ગૃપ આવતા હવે આ ગૃપની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા પણ પુરતી કાળજી લેવી પડશે.
આગળની સ્લાઇડમાં જુઓ તસવીરો, 15 સાવજોનું એક ગૃપે કર્યો ગાયનો શિકાર...
તસવીર: દિલીપ રાવલ, અમરેલી
No comments:
Post a Comment