- Bhaskar News, Veraval
-
- Jun 04, 2016, 01:50 AM IST
વેરાવળઃ ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી
સિંહદર્શન બંધ રહેશે. 16 જૂનથી વર્ષા ઋતુના ચાર માસ સિંહ પ્રજાતિના સંવનન
માટેનો શ્રેષ્ઠ તબક્કકો હોવાથી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રહેશે તેવું
સ્થાનિક ફોરેસ્ટ વિભાગ દ્વારા ફરમાજ કરવામાં આવ્યું છે.
સિંહ દર્શને ગીરમાં ફરવા આવતા સહેલાણીઓ ખુલ્લામાં ફરતાં ડાલામથાની એક
ઝલક લેવા માટે તલ પાપડ રહેતા હોય છે. જોકે ગુજરાતની શાન ગણાતા આ સિંહનો
ચોમાસુ સિઝન દરમિયાન ફિડિંગ પિરિયડ હોવાથી ગીરનાં જંગલ વિસ્તારમાં
પ્રવાસીઓના પ્રવેશ ઉપર ચાર મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે.
જેને ઑક્ટોબરમાં હટાવી દઈ પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવતું હોય
છે.
તાલાલાઃ સાસણ(ગીર)નાં સેન્ચુરી અભ્યારણ્યમાં દેશ – વિદેશથી પ્રવાસીઓ
સિંહ દર્શન માટે આવતા હોય વર્ષમાં આઠ માસ ગીરનું જંગલ પ્રવાસીઓને સિંહ
દર્શન માટે ખુલ્લુ રહેતુ હોય પરંતુ 16 જૂનથી વર્ષાઋતુનાં ચાર માસ સિંહ
પ્રજાતિનાં સંવનન માટેનો શ્રેષ્ઠ તબકકો શરૂ થતો હોય ચોમાસાનાં ચાર માસનું
વનરાજોનું વેકેશન 16 જૂનથી શરૂ થશે અને જંગલનાં દ્વાર પ્રવાસીઓ માટે બંધ
થશે.
ચાર સિંહ દોડતા બે યુવાન ઝાડ પર ચડ્યા
અમરેલી/સાવરકુંડલા : આંબરડી ગામની આસપાસ બે માસમાં સાવજોએ ત્રણ લોકોને ફાડી
ખાતા વનતંત્રે 17 સાવજોને પાંજરામાં પૂર્યા હતા.ત્યાં શુક્રવારે ચાર સાવજો
આંબરડીની સીમમાં બે યુવાનો પાછળ દોડતા યુવાનો ઝાળ પર ચડી ગયા હતા.
સિંહની સુરક્ષાના મુદ્ે કરાશે ચક્કાજામ
રાજુલા : પીપાવાવ પોર્ટની અંદર આવતા-જતા વાહનો અને માલગાડી હડફેટે
સાવજો મરી રહ્યા છે. છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. શુક્રવારે
રાજુલામાં મળેલી પ્રકૃતિપ્રેમીઓની બેઠકમાં ચક્કાજામનો નિર્ણય લેવાયો છે.
No comments:
Post a Comment