Thursday, June 30, 2016

ધારીઃ બોરડીની સીમમાં રેસ્ક્યુ ટીમના વનકર્મી પર દીપડાનો હુમલો

  • Bhaskar News, Dhari
  • Jun 26, 2016, 00:50 AM IST

ધારીઃ ધારી તાલુકાના બોરડી ગામ નજીક શેત્રુજીના પટમાં એક દિપડો ઘાયલ હોવાની બાતમીના આધારે વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા આ દિપડાને પકડવા કાર્યવાહી કરાય રહી હતી તે સમયે દિપડાએ એક બીટગાર્ડ પર હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે.
 
પાણીયા રાઉન્ડમાં વનકર્મીઓ ઘાયલ દિપડાને બચાવવા ગયા હતાં

દિપડા દ્વારા વનકર્મી પર હુમલાની આ ઘટના ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં બની હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રામગઢ વિસ્તારના પાણીયા રાઉન્ડમાં બોરડીની સીમમાં શેત્રુજી નદીના કાંઠે એક દિપડો ઘાયલ હોવાની વન વિભાગને બાતમી મળી હતી. ડીએફઓ કરૂપ્પાસામીની સુચના મુજબ સ્થાનિક આરએફઓ પરમાર સ્ટાફ સાથે આ દિપડાને પકડવા બોરડીની સીમમાં દોડી ગયા હતાં.

વન વિભાગની રેસ્ક્યુ ટીમ શેત્રુજી નદીના કાંઠા પર આ દિપડાને રેસ્ક્યુ કરી રહી હતી તે સમયે દિપડાએ અચાનક જ બીટગાર્ડ મહેશભાઇ પરમાર પર હુમલો કરી દીધો હતો. તેમને હાથ પર તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચી હતી. જો કે હુમલો કરી દિપડો નાસી છુટ્યો હતો. ઘાયલ બીટગાર્ડ મહેશભાઇ પરમારને સારવાર માટે પ્રથમ ધારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રીફર કરવામાં આવ્યા હતાં.

No comments: