Thursday, June 30, 2016

કેદમાં રખાયેલા 15 સાવજોને આંબરડીપાર્કમાં મુક્ત કરાયા, તંત્રની સતત નજર

    અગાઉ 7 સિંહોને માનવભક્ષી હોવાની આશંકાએ કેદ કરાયા હતા
    AdTech Ad
  • Bhaskar News, Dhari
  • Jun 18, 2016, 10:47 AM IST
    અગાઉ 7 સિંહોને માનવભક્ષી હોવાની આશંકાએ કેદ કરાયા હતા
    ધારીઃ માત્ર બે માસના ટુંકાગાળામાં ત્રણ લોકોને ફાડી ખાનાર સાવજ ગૃપને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યા બાદ ખુંખાર માનવભક્ષી સિંહને તો ઓળખી કઢાયો પરંતુ બાકીના સાવજોને ક્યા મુક્ત કરવા તે અંગે વનતંત્ર અવઢવમાં હતું અને આખરે આજે ધારણા મુજબ જ કેદમાં રખાયેલા પંદર સાવજોને ધારી નજીક આંબરડીપાર્કમાં જ મુક્ત કરવામાં આવ્યા હતાં.
    આ સાવજોને આંબરડીપાર્ક બહારથી પકડ્યા હતાં અને હવે તાર ફેન્સીંગથી આરક્ષણ પાર્કની અંદર મુક્ત કરાયા છે. લાંબા સમયની કેદ બાદ પંદર-પંદર સાવજો હવે આખરે તેના કુદરતી વાતાવરણમાં મુક્ત થયા છે. આમ છતાં જો કે આ સાવજો હવે પોતાના 30 થી 35 કીમીની ટેરેટરીના બદલે માત્ર સાત કીમીના બંધીયારપાર્કમાં મુક્ત થયા છે. ધારીની સરસીયા રેન્જમાં આંબરડીપાર્ક નજીક આવેલ આંબરડી ગામની સીમમાં આ સાવજોએ હાહાકાર મચાવ્યો હતો.
     
    એક સિંહણ ગર્ભવતી હોય ન છોડાઇ
     
    જે બે સિંહણોના મળમાંથી માનવ શિકારના આંશીક અવશેષો મળ્યા હતાં તે પૈકીની એક સિંહણ ગર્ભવતી હોય તેને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવી છે. જ્યારે અન્ય એક સિંહણને બાકીના સાવજો સાથે આંબરડીપાર્કમાં છોડી દેવાય છે.

No comments: