Sunday, July 31, 2016

15.66 ટકામાં ગાંડા બાવળનું સામ્રાજ્ય

DivyaBhaskar News Network
Jul 28, 2016, 04:45 AM IST
15.66 ટકામાં ગાંડા બાવળનું સામ્રાજ્ય
સોરઠમાં બિનજંગલ વિસ્તારમાં 190 લાખ વૃક્ષો : ગાંડા બાવળ વાતાવરણમાંથી ભેજ ખેંચે છે

જૂનાગઢઅને ગિર-સોમનાથ જિલ્લામાં જંગલ આવેલુ છે.પરંતુ બીનજંગલ વિસ્તાર પણ મોટા પ્રમાણમાં આવેલો છે. વન વિભાગ દ્વારા બીન જંગલ વિસ્તારમાં વૃક્ષોનું જતન કરવામાં આવે છે.તેમજ સામાજીક વનકરણ દ્વારા બીન જંગલ વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટેનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં 190 લાખ કરતા વધુ વૃક્ષો આવેલા છે.જે 26.86 ટકા વિસ્તાર કવર કરે છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ગાંડા બાવળ આવેલા છે.જે બીન જંગલ વિસ્તારનો 15.66 ટકા એરિયા કવર કરે છે. સોરઠમાં 29.75 લાખ ગાંડા બાવળ છે. ગાંડા બાવળ વાતાવરણમાં ભેજ ખેંચાવનું કામ કરે છે.જે વરસાદ લાવવામાં અવરોધ ઉભો કરે છે. ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ(ટીઓએફ) દ્વારા દર પાંચ વર્ષે બીન જંગલ વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. સોરઠમાં વર્ષ 2003, 2008 અને 2013માં વૃક્ષોની ગણતરી થઇ હતી. સોરઠમાં બીન જંગલ વિસ્તારમાં મુખ્ય વૃક્ષમા઼ આંબા, ગાંડા બાવળ, નાળિયેરી, દેશી બાવળ અને લીમડાનાં વૃક્ષો સમાવેશ થાય છે.સોરઠમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે. સરેરાશ 44 ઇંચ વરસાદ થયા છે. છેલ્લા બે વર્ષને બાદ કરતા સારો વરસાદ નોંધાયો છે.જેના કારણે વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં 190 લાખ વૃક્ષો આવેલા છે. વર્ષ 2003માં થયેલી ગણતરી વખતે સોરઠમા઼ 171.38 લાખ વૃક્ષો હતા. બાદ 10 વર્ષમાં 18.53 લાખ વધીને વર્ષ 2013માં 189.91 લાખ વૃક્ષો થયા હતા. હાલ અેક અંદાજ મુજબ સોરઠમાં 190 લાખ કરતા વધુ વક્ષો છે.પરંતુ ચિંતાજનક વાત છેકે સોરઠમાં સૌથી વધુ ગાંડા બાવળનાં વૃક્ષો આવેલા છે. સોરઠમાં 29.75 લાખ ગાંડા બાવળ આવેલા છે.જે બીન જંગલ વિસ્તારનો 15.66 ટકા વિસ્તાર કવર કરે છે. ગાંડા બાવળ સામાન્ય રીતે ખાસ ઉપયોગમાં આવતા નથી.પરંતુ વાતાવરણમાંથી ભેજ ખેચવાનું કામ કરે છે. જેના કારણે વરસાદ પણ માઠી અસર પડી રહી છે.

સોરઠમાં કયાં વૃક્ષ કેટલા

વૃક્ષ સંખ્યા(લાખમાં)

ગાંડાબાવળ 29.75

આંબા 20.64

નાળિયેરી 15.84

દેશી બાવળ 11.35

લીંમડા 10.44

સુબાવળ 8.69

ગોરસ આંબલી 6.63

સીતાફળ 5.31

શરૂ 4.50

ખાખરા 4.10

અન્ય 72.67

એક્સપર્ટ વ્યૂહ

રાજ્યમાં આંબાનાં વૃક્ષ સૌથી વધુ સોરઠમાં

રાજયમાંકુલ આંબાનાં વૃક્ષ 131.66 લાખ છે. જેમાં સૌથી વધુ 20.64 લાખ આંબાનાં વૃક્ષ એકલા સોરઠમાં આવેલા છે. જયારે બીજ ક્રમે નવસારી નો સમાવશે થયા છે.

કોસ્ટલ એરિયાનાં કારણે ગાંડા બાવળ વધુ

સોરઠમાંજંગલ વિસ્તારની જેમ કોસ્ટલ એરિયા પણ વધારે છે. દરિયાની ખારસ રોકવા માટે ગાંડા બાવળનું વાવેતર થયું હતું. પરંતુ ધીમે-ધીમે ગાંડા બાવળ વધી રહ્યા છે.પરિણામ સ્વરૂપે સોરઠમાં સૌથી વધુ ગાંડા બાવળની સંખ્યા છે. ખાસ કરીને સમુદ્ર કિનારાને આગળ વધતો અટકાવવા જે-તે સમયે વાવેતર થયું હતું. પરંતુ ધીમે-ધીમે સમગ્ર સોરઠમાં ગાંડા બાવળ ફેલાઇ ગયા છે.

ગાંડા બાવળ માત્ર બળતણમાં ઉપયોગી

^સામાન્યરીતે ગાંડા બાવળનો ખાસ ઉપયોગ થતો નથી.ગાંડા બાવળનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે.તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે.નુકશાની વાત કરીતે ગાંડા બાવળ વાતાવરણમાંથી ભેંજ ખેંચ લે છે. જે વરસાદને અવરોધ રૂપ બને છે.વાતારણની શુધ્ધી માટે ગાંડા બાવળ ઉપયોગી નથી. >અરવિંદભાઇ ટીંબળિયા,કિશાનમંત્રી કલબ

શહેરમાં 3,63,860

ગામડામાં 18,627,290

No comments: