Wednesday, July 13, 2016

અમરેલીઃ અભરામપરાના પાદરમા 24 કલાકથી સાવજના ધામા, ગાયનું કર્યું મારણ

    ગામડામાં ધામા નાખનાર સિંહો ગાયનું મારણ કર્યું હતું
  • Bhaskar News, Amreli
  • Jul 10, 2016, 01:00 AM IST
    ગામડામાં ધામા નાખનાર સિંહો ગાયનું મારણ કર્યું હતું
    અમરેલીઃ ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સાવરકુંડલા તાબાના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલ અભરામપરા ગામના પાદરમા ચોવીસ કલાકથી સાવજોએ ધામા નાખતા લોકોમાં ભય ફેલાયો છે. અહી સાવજોએ એક ગાયનુ પણ મારણ કર્યુ હતુ.
     
    સાવરકુંડલા તાબાના મિતીયાળા અભ્યારણ્ય નજીકના ગામોમાં સતત સિંહની હાજરીથી લોકોમાં ફફડાટ

    અભરામપરા ગામના પાદરમા ચોવીસ કલાકથી સાવજોએ ધામા નાખતા લોકોમા ભય ફેલાયો છે. અહી અવારનવાર સાવજો આવી ચડે છે અને માલધારીઓના કિમતી પશુઓનુ મારણ કરે છે. અહી ગુરૂવારની રાતથી એક થી વધુ સાવજોએ પાદરમા ધામા નાખ્યા છે. અહી સાવજોએ એક ગાયનુ મારણ કરી મિજબાની પણ માણી હતી.
     
    વનવિભાગના કર્મચારીઓ મોડે મોડેથી આવ્યા હતા

    ગામના સરપંચ વજુભાઇ પટેલે જણાવ્યું હતુ કે છેલ્લા બે દિવસથી અહી સાવજો આવી ચડયા છે. અને ગામના પાદરમા મારણ કર્યુ છે. અહી હજુ સુધી વનવિભાગના કોઇ કર્મચારી ડોકાયા નથી. આખી રાત સાવજો ગામના પાદરમા જ બેસી રહે છે. અહી મોડે મોડેથી વનવિભાગના કર્મચારીઓ આવ્યા હતા અને મારણને ઢસડીને અન્ય સ્થળે નાખી દીધુ હતુ. મારણ નાખવુ કે અન્ય જગ્યા પર ફેંકી દેવુ તે ગેરવ્યાજબી છે જે અંગે મારણ અહી ફેરવવાનો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પરિપત્ર સાવરકુંડલાના વિજય મહેતા પાસે છે.
     
    મારણ ભરી બીજે નંખાતા વિવાદ

    તેઓની પણ લડાઇ હતી જે સબ ડીએફઓ મુનીના સમજાવટ અને જવાબો થયેલા છતા સાવરકુંડલાના અધિકારી દ્વારા અહીથી મારણ ભરી બીજે નાખી દેવામા આવતા સાવજોએ રાત્રે અહી આંટા માર્યા હતા. અને સાવજો કાંટમા જ રહ્યાં હતા. સાવજો દ્વારા કરાયેલા મારણને અન્ય ફેરવવાનુ બંધ કરવામા આવે તેમ પર્યાવરણ વિદ મંગળુભાઇ ખુમાણે જણાવ્યું હતુ.

No comments: