સાવરકુંડલાઃ ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા પણ
મોટા પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. લીલીયા, અમરેલી, રાજુલા,
સાવરકુંડલા સહિતના વિસ્તારોમા પણ સાવજો વસવાટ કરી રહ્યાં છે. હાલ અમરેલી
જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી હોય ખેડૂતો દ્વારા વાવણી કાર્ય પણ પુરજોશમા
ચાલી રહ્યું છે. તેવા સમયે સાવજો પણ વાડી ખેતરોમા આંટાફેરા મારી રહ્યાં હોય
ખેડૂતોને સાવજોની હાજરી વચ્ચે પણ વાવણી કાર્ય કરવુ પડી રહ્યું છે.
રામપરા કોવાયાની સીમમા સાવજોના વાડી ખેતરોમા બિન્ધાસ્ત આંટાફેરા
સાવજોને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો ગીરના જંગલમા આવતા હોય છે. ખાસ
કરીને જુનાગઢના સાસણ ખાતે સિંહ દર્શન માટે પર્યટકોની ભીડ વધુ જોવા મળે છે.
ત્યારે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમા તો વાડી ખેતરોમા સાવજો મુકત મને
વિહાર કરતા નજરે પડે છે. અહી અનેક લોકો સિંહ દર્શનનો લ્હાવો પણ લે છે. હાલ
જિલ્લામા સારી એવી મેઘમહેર થતા ખેડૂતો પણ વાવણી કાર્યમા જોતરાયા છે.
અહી સાવજો અવારનવાર વાડી ખેતરોમા આંટાફેરા મારતા નજરે પડે છે. ત્યારે
રાજુલા તાબાના રામપરા અને કોવાયાની સીમમાં એક સિંહ યુગલે વાડી ખેતરોમા
આંટાફેરા માર્યા હતા. અહી ખેડૂતોએ પણ વાવણી કાર્યની સાથે સાથે સિંહ દર્શનનો
લ્હાવો લીધો હતો. જિલ્લામાં લીલીયા બૃહદગીર વિસ્તાર તેમજ સાવરકુંડલા અને
રાજુલા જાફરાબાદ પંથકમાં પણ સાવજો મોટી સંખ્યામા વસવાટ કરતા જોવા મળી
રહ્યાં છે.
તસવીરોઃ દિલીપ રાવલ, અમરેલી
No comments:
Post a Comment