Sunday, July 31, 2016

સાજીયાવદર ગામમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network
Jul 22, 2016, 04:35 AM IST
અમરેલીનાસાજીયાવદરમાં કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ત્રણ કિલોમીટર લાંબા એપ્રોચ રોડ બાજુ 800 જેટલા વૃક્ષોનો ઉછેર કરાયો છે.સાજીયાવદરમાં કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. માનવ સેવા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એમ.કે.સાવલીયા સ્વાગત સાથે સંસ્થાની વિવિધ કામગીરી જેવી કે પર્યાવરણ જતન માટે અત્યાર સુધીમાં ત્રણ કિલોમીટર લાંબા એપ્રોચ રોડ બાજુ 800 જેટલા વૃક્ષો ઉછેર, છેલ્લા તેર વર્ષથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ ફ્રી સારવાર, દવા, શિક્ષણ સહાય, સ્ત્રી ઉન્નતી, કુદરતી આપતીમા સહાય, રમત ગમત, પ્રસુતા બહેનોને કાંટલુ, રકતદાન કેમ્પ જેવી ખુબ અગત્યની કામગીરી કરી છેવાડાના માનવીને મદદ કરાઇ રહી છે. પ્રસંગે જિ.પં. પ્રમુખ જેનીબેન ઠુંમરે વૃક્ષ જતન, પર્યાવરણ સર્વાગી વિકાસ, સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિરજીભાઇ ઠુંમરે પણ ઇફકો દ્વારા પર્યાવરણ કૃષિ પેદાશો, ખાતર વપરાશ અને પર્યાવરણ જાળવણી માટે ખુબ વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પર્યાવરણ તેમજ હવે પછીના સમાજલક્ષી કામો જેવા કે ભુંડ, રોઝથી ખેડૂતોને થતા નુકશાન, અનિયમિત વરસાદ, વૃક્ષનું જતન વિગેરે બાબતે સમજ આપી હતી.

No comments: