Sunday, July 31, 2016

સાવરકુંડલાઃ કૃષ્ણગઢ ગામ નજીક બેડીયા ડુંગરમાં ભૂરી સિંહણને ઘેર પારણું બંધાયું

સાવરકુંડલાઃ કૃષ્ણગઢ ગામ નજીક બેડીયા ડુંગરમાં ભૂરી સિંહણને ઘેર પારણું બંધાયું
Bhaskar News, Savarkundala
Jul 28, 2016, 02:16 AM IST
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના મિતીયાળા અભ્યારણ્ય નજીક આવેલ કૃષ્ણગઢ ગામ પાસે બેડીયા ડુંગર વિસ્તારમા અહીની રેડીયો કોલર સિંહણના ઘરે પારણુ બંધાયુ છે. સિંહણે બે સિંહબાળને જન્મ આપતા વનવિભાગ, સિંહપ્રેમીઓ તેમજ આસપાસના ગામ લોકોમાં ખુશી ફેલાઇ ગઇ છે. હાલ વનવિભાગ દ્વારા સિંહણ તેમજ સિંહબાળની કાળજી લેવામા આવી રહી છે. મિતીયાળા અભ્યારણ્ય નજીક બેડીયા ડુંગરમા રેડીયો કોલર પહેરાવેલી ભુરી સિંહણે બે સિંહબાળને જન્મ આપતા વનવિભાગ અને આસપાસના લોકોમાં ખુશી વ્યાપી ઉઠી છે.
 
સિંહણે બે તંદુરસ્ત સિંહબાળને જન્મ આપતા સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી

ભુરી સિંહણના ગળામા દેહરાદુનની ટીમ દ્વારા ગળામા રેડીયો કોલર પહેરાવેલ જેનુ લોકેશન લેવા સાસણથી એક ટીમ પોતાના એન્ટેના લઇને આવે છે અને તેની દરેક ગતિવિધી પર લોકેશન રાખે છે. તે જ સિંહણ દ્વારા હાલ અહીના બેડીયા ડુંગર વિસ્તારમા બે તંદુરસ્ત સિંહબાળને જન્મ આપવામા આવ્યો છે. હાલ અહી વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહણ અને તેના બચ્ચાની કાળજી લેવામા આવી રહી છે.
 
હાલ અમરેલી જિલ્લામા સિંહોની સંખ્યામા ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ પણ ખાંભા, લીલીયા, સાવરકુંડલાના વડાળ બીડમા પણ સિંહણોએ સિંહબાળને જન્મ આપ્યો હતો. હાલ જિલ્લામા જ સિંહબાળની સંખ્યા 18 જેટલી છે. અગાઉ વડાળમા છ સિંહબાળ, ખાંભામા પાંચ, લીલીયા ક્રાંકચમા ચાર સિંહબાળનો ઉમેરો થયો હતો.

No comments: