Sunday, July 31, 2016

રાજુલાનાં બાલાની વાવ નજીક સિંહનાં ટોળાથી રોડ પર ચક્કાજામ


રાજુલાનાં બાલાની વાવ નજીક સિંહનાં ટોળાથી રોડ પર ચક્કાજામ

Bhaskar News, Amreli
Jul 30, 2016, 01:43 AM IST
રાજુલાઃ રાજુલા-જાફરાબાદ પંથકમાં સાવજોની વસતી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ લોકોને જાહેર રસ્તાઓ પર જ અવાર નવાર સાવજો નઝરે પડી જાય છે. જંગલ વિસ્તારમાં તો સાવજો છે જ પરંતુ ઔદ્યોગીક વિસ્તાર અને વાડી ખેતરો ઉપરાંત હવે જાહેર રસ્તાઓ પર પણ વારંવાર આવી ચડે છે. ગઇરાત્રે બાલાની વાવ નજીક સાવજનું ટોળુ રસ્તા પર આવી જતા સુરત, અમદાવાદની ખાનગી બસોના મુસાફરો અને અન્ય વાહન ચાલકોને અનાયાસે જ સિંહ દર્શનનો મોકો મળી ગયો હતો.
 
સુરત-અમદાવાદના મુસાફરોને અચાનક જ સિંહ દર્શનનો લાભ મળ્યો

ગીર જંગલ અને બાવળની કાંટમાં ચોમાસાના આરંભ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે આમ પણ સાવજો ખુલ્લા વિસ્તારોમાં રહેવાનુ પસંદ કરે છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો જાહેર માર્ગો પર આવી જાય છે.
 
શુક્રવારે વહેલી સવારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક સોમનાથ-ભાવનગર હાઇવે પર અચાનક જ સાવજોનું ટોળુ આવી ચડ્યુ હતું. હાઇવે પર ટ્રાફીક સતત ધમધમતો રહે છે. આ સમયે પસાર થતી સુરત અને અમદાવાદની ખાનગી બસોના ચાલકોએ વાહનો થંભાવી દીધા હતાં. બીજી તરફથી આવતા વાહન ચાલકોને પણ અનાયાસે જ સાવજો જોવાનો મોકો મળી ગયો હતો.
 
સુરત-અમદાવાદ પંથકના મુસાફરો તો સિંહ દર્શનથી રાજી રાજી થઇ ગયા હતાં. તો બીજી તરફ ગામના ખેડૂતો પણ સાવજ ગામમાં ઘુસી ન જાય તે માટે એલર્ટ થઇ ગયા હતાં. અગાઉ બાલાની વાવના બસસ્ટેન્ડ પાસે સાવજે મારણ કર્યુ હતું. આજુબાજુના લુણસાપુર, નાગેશ્રી, ભટ્ટવદર, કાગવદર સહિતના ગામોની સીમમાં સાવજોના ઘર છે. જેથી અહિંના લોકોને તો સિંહ દર્શનની નવાઇ નથી. પણ બહારથી આવતા લોકોને અચાનક જ આ લાભ મળ્યો હતો.
 
જંગલમાં મચ્છરનાં ઉપદ્રવથી સાવજો રસ્તા પર નિકળે છે

ગીર જંગલ અને બાવળની કાંટમાં ચોમાસાના આરંભ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે આમ પણ સાવજો ખુલ્લા વિસ્તારોમાં રહેવાનુ પસંદ કરે છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો જાહેર માર્ગો પર આવી જાય છે.

No comments: