
Jul 18, 2016, 14:49 PM IST
અમરેલીઃ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો માટે ઘર
એટલે ખેડૂતોના વાડી ખેતરો, જાહેર માર્ગો કે પછી ગામનુ પાદર. અવારનવાર આ
સાવજો વાડી ખેતર કે રસ્તામા લોકોની નજરે ચડી જાય છે. આજે ખાંભાના નાનુડીના
રસ્તા પર બે સાવજોએ લટાર મારી હતી અને બાદમાં વાડી ખેતરોમા ચાલતી પકડી હતી.
ખાંભા તાલુકાના નાનુડી પંથકમા સાવજોનો વસવાટ છે. આ વિસ્તારમા સાવજો
અવારનવાર વાડી ખેતરોમા ધામા નાખે છે અને કયારેક રસ્તા પર પણ આવી ચડે છે.
આજે આવુ જ દ્રશ્ય જોવા મળ્યું હતુ જયારે બે સાવજો રસ્તા પર આવી ચડયા હતા.
No comments:
Post a Comment