
Jul 28, 2016, 19:17 PM IST
રાજુલાઃ રાજુલાના વાવેરા ગામે રહેતા હિંમતભાઇ ઓધડભાઇ કામળીયાના
ઘરમાં ઓસરીમા તેમની બાળકી રમી રહી હતી. ત્યાં ઘરમાં ઝેરી સાપ આવી ચડયો
હતો. જો કે સદનસીબે તેમની પુત્રીને દંશ દીધો ન હતો. આ અંગે તેમણે રાજુલાના
સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ઝેરી
સાપને પકડી લઈ સલામત સ્થળે જઈને મુકત કરી દીધો હતો. બાળકીનો સદનસીબે બચાવ
થતાં રામ રાખે તેને કોણ ચાખે તેવી ઉક્તિને જાણ સાર્થક કરી હતી.
No comments:
Post a Comment