Sunday, July 31, 2016

ભાસ્કર વિશેષ

ભાસ્કર વિશેષ
DivyaBhaskar News Network
Jul 30, 2016, 04:10 AM IST
આજેચારેબાજુ સિમેન્ટ- કોંક્રીટના જંગલો બનતા જાય છે જેનાં કારણે દિવસે-દિવસે વૃક્ષેા કપાતા જાય છે જેનાથી વાતાવરણમાં ખુબ નુકસાન થાય છે. આજે વરસાદનું પ્રમાણ ધટી રહ્યું છે, જે આજની ગંભીર સમસ્યા બની ગઇ છે. ત્યારે સમાજના લોકોમાં જાગૃતિ આવવી ખુબ જરૂરી બની રહી છે. લોકો પાસે મનોરંજન માટે પુરતો સમય હોય છે પરંતુ એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાનો સમય હોતો નથી ત્યારે સમાજના આવા લોકો માટે જૂનાગઢની આઝાદ ચોકની પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા 60 વર્ષના વજુભાઇ પટોડીયાએ પોતાનો વૃક્ષ પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

મુળ પ્લાસવા ગામના રહેવાસી અને સબ પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરતા વજુભાઇ પટાેડીયાએ સોમનાથ સેવા ટ્રસ્ટ,પ્લાસવા સંચાલિત સોમનાથ આશ્રમમાં 5 વિધા જમીનમાં 4 વર્ષમાં 1000 વૃક્ષો ઉછેર્યા છે. વજુભાઇએ ચાલુ નોકરીનાં સમયમાં જ્યારે જ્યારે રજાનાે દિવસ મળે છે ત્યારે આખો દિવસ વૃક્ષેાની સાથે સમય પસાર કરે છે. વૃક્ષેાને પાણી પાવવુ, વૃક્ષોની ડાળીઓ કાપવવી, ખાડાં બનાવવા જેવું નાના કામ કરી વૃક્ષેાનું જતન કરે છે. વજુભાઇ આગામી એક મહિનામાં નિવૃત થવાના છે ત્યારે તેમની ઇચ્છા છે કે નિવૃતી પછી તેમને વૃક્ષેાની સાથે રહેવું છે. વજુભાઇની સાથે સોમનાથ આશ્રમનાં છગનભાઇ ડોબરીયા અને શિવગીરી બાપુ વૃક્ષેાના ઉછેરમાં મદદ કરે છે. આગામી દિવસોમાં સોમનાથ આશ્રમમાં ગામનાં બાળકો માટે બાળવાટીકા અને યોગ,ધ્યાન માટે હોલ બનાવવાનું આયોજન છે. આજે જ્યારે એક વૃક્ષ વાવીને તેને ઉછેરવામાં પણ તકલીફ પડે છે ત્યારે વજુભાઇએ 1000 વૃક્ષોને પોતાના સંતાનની જેમ ઉછેરી પોતાની ફરજ પૂરી કરી છે.

આજે હું 60 વર્ષનાે છું પણ વૃક્ષોને લગતું કામ કરીને મને એમ લાગે છે કે જાણે હું 25 વર્ષનો હોવ. બધાં વૃક્ષોને પાણી પીવડાવીને સંતોષ મળે છે. અને જ્યારે હું બધાં વૃક્ષો પાસે જાવ ત્યારે તે હસતાં હોય તેવું મને લાગે છે,ત્યારે મને આનંદનો અનુભવ થાય છે. તસ્વીર- મિલાપ અગ્રાવત

હું વૃક્ષાે પાસે જાવ ત્યારે તે હસતાં હોય તેવું લાગે છે

પેન્શનરો વૃક્ષ ઉછેરે તો હરીયાળી સર્જાય

^જૂનાગઢનાંજેટલાં પેન્સનરો છે તે વૃક્ષાે ઉછેરવાનું કામ ઉઠાવી લે તો મારૂં માનવું છે કે ચારેબાજુ હરિયાળી ક્રાંતિ ફેલાય જાય.તેમજ અહીં 60 લીમડા, 50 રાવણાં,100 નાળીયેરી,50 બિલી,30 જામફળી,2 00 સિતાફળી, 300 આસોપાલવ,10 સપ્તપદી,10 આંમળી,10 ગુંદા,4 વડલા,200 કાંકચીયા,10 સવન સહીત અનેક વૃક્ષો ઉછેર્યા છે. > વજુભાઇપટોડિયા

બસ, હવે નિવૃત થઇ વૃક્ષો સાથે જીવન ગાળવું છે

No comments: