Monday, October 31, 2016

પરિક્રમાનાં રૂટ પર કામચલાઉ 10 દવાખાનાં કાર્યરત રહેશે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
ઝીણાબાવાની મઢી, માળવેલા, ભવનાથ, બોરદેવીએ સેવારત રહેશે

જૂનાગઢનીલીલી પરિક્રમાને લઇ દરેક વિભાગ દ્વારા કામગીરી પ્રારંભી દેવામાં આવી હોય તેમ જણાઇ રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથ વિસ્તારમાં કામચલાઉ 10 દવાખાના કાર્યરત કરવામાં આવશે. તેમજ 3 જગ્યાએ 108ની સુવિધા રાખવામાં આવશે.જૂનાગઢમાં ગિરનાર ફરતે તા. 11 નવેમ્‍બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં પરિક્રમાર્થીર્થીઓનાં આરોગ્‍યની તકેદારી માટે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા પરિક્રમાંનાં રૂટ પર પરિક્રમાંનાં પડાવો પૈકી જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્‍તારમાં 10 જેટલા કામચલાઉ સરકારી દવાખાના કાર્યરત કરવામાં આવશે. જેમાં 20 જેટલા મેડીકલ ઓફીસર રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. પરીક્રમા રૂટ પર ત્રણ જગ્યાએ 108 આપતકાલીન આરોગ્ય સેવા માટે ખેડેપગે તૈયાર રહેશે. યાત્રાળુઓએ તેમના આરોગ્‍યની તકેદારી માટે આરોગ્‍યને હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણી-પીણીની વસ્‍તુઓ ખાવાની તકેદારી રાખવી. તેમજ ખરાબ પાણી, નદી-નાળાનું પાણી પીવાના ઉપયોગમાં લેવું નહિં, પીવા માટે કલોરીનેશન કરેલું પાણી પીવાના ઉપયોગમાં લેવું, અંગે ખાસ તકેદારી રાખવા, તેમજ આકસ્‍મિક સંજોગોમાં દરેક સ્‍થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા આરોગ્ય અધિકારી ડો. સાપરિયા, ડો. સી.એલ. વ્યાસે જણાવ્યું છે.

No comments: