
રાજુલા:રાજુલા
જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આજે ધોળા દિવસે
સાત જેટલા સાવજો અહીના નિંગાળા-1 ગામે આવી ચડ્યા હતા અને અહીં સીમમા બળદનું
મારણ કર્યું હતું. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહીં દોડી
આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજુલા તાબાના
નિંગાળા-1 ગામની સીમમાં બાલક્રિષ્ના પેટ્રોલપંપ પાછળના ભાગમા ધોળા દિવસે
એકસાથે સાત સાવજોનું ટોળું ધસી આવ્યું હતુ. અહીં સાર્દુળભાઇ ગાંડાભાઇ
પોતાના ખેતરમા બળદ ચરાવી રહ્યાં હતા ત્યારે તેમની નજર સામે જ આ સાવજોએ
બળદનો શિકાર કર્યો હતો.
ખેડૂતે વનવિભાગને જાણ કરતાં જ અધિકારીઓ દોડી આવ્યા
તાબડતોબ સાર્દુળભાઇએ તેમના પુત્ર ભગુભાઇને જાણ કરતા તેમણે આતાભાઇને જાણ કરી હતી અને બાદમાં વનવિભાગને જાણ કરવામા આવતા વી.વી.ગોંડલીયા, મંગાભાઇ ધાપા, નકાભાઇ રામ, બાબુભાઇ વણજર સહિત અહીં દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
No comments:
Post a Comment