Monday, October 31, 2016

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે,  junagadh news in gujarati Bhaskar News, Junagadh | Oct 26, 2016, 01:25 AM IST
  • ફાઇલ ફોટો
જૂનાગઢ:ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનું ઓયોજન કરતા હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાતા હોવાથી વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓને પરિક્રમાનાં રૂટ પરથી દૂર ખસેડાતા હોય છે. ચાલુ વર્ષે 4 ટેકર્સ ટીમની દેખરેખ હેઠળ 10 સિંહનાં ગૃપને પરિક્રમાનાં રૂટ પરથી ખસેડાશે.

આ વર્ષે 2 ટેકર્સટીમનો વધારો, કુલ 4 ટીમ સિંહ-દિપડા પર નજર રાખશે

જૂનાગઢમાં ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં લીલી પરિક્રમા થાય છે. પર્વતની ટેકરી, ચારેબાજુ હરિયાળી, જોખમી ચઢાણ, શાંતિનો અહેસાસ વગેરેને માણવા ગુજરાતભરનાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વનમાં ચાર દિવસનું રોકાણ કરતા શ્રદ્ધાળુઓને હિંસક પશુ જેવા કે સિંહ, દિપડાથી હાની ન પહોંચે તેની કાળજી વન વિભાગ રાખતું હોય છે. વન વિભાગ દ્વારા પરિક્રમાનાં રૂટની સાફ સફાઇ કરવામાં આવી છે. જંગલમાં સિંહનાં 10 ગૃપ ભ્રમણ કરતા હોય છે, જેને પરિક્રમા દરમિયાન રૂટથી દૂર ખસેડી 4 ટેકર્સની ટીમ દ્વારા દેખરેખ રખાશે. દિપડાને પણ દૂર રાખી 24 કલાક રેસ્કયુ ટીમ નીગરાની કરશે. હાલમાં વન વિભાગ સિંહ, દિપડાનું લોકેશન ટ્રેક કરી દેખરેખ રાખે છે. ગત વર્ષે 2 ટ્રેકર્સ ટીમ હતી પરંતુ ચાલુ વર્ષે 2 ટીમને વધારી પેટ્રોલીંગ કરશે.

38 સિંહ, 20 દિપડા જંગલમાં ફરે છે

ગિરનારમાં 33 સિંહ અને 5 સિંહબાળ, 20 જેટલા દિપડા પરિભ્રમણ કરે છે. જાંબુડી, પાતુરણ, કાળાગડબા, રણશીવાવ, રામનાથ, ભવનાથ વિસ્તારોને આવરી લઇ પરિક્રમાથી દૂર ખસેડાશે. જેનાં પર ટ્રેકર્સ ટીમ અને રેસ્ક્યુ ટીમ સતત નજર રાખશે. - એસ.પી.ટીલાળા, લાયઝનીંગ ઓફીસર, વન વિભાગ
પ્લાસ્ટિક ન વાપરવા સુચન

લાખો શ્રદ્ધાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાથી સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં તકલીફ પડે છે. જેનાં કારણે વનને નુકશાન થતું હોવાથી પ્લાસ્ટિક ન વાપરવા વન વિભાગે સુચન કર્યુ છે.

વાહન સાથે પેટ્રોલીંગ કરાશે

વન્ય પ્રાણીઓને પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડી દરેક ટ્રેકર્સ ટીમ વાહન દ્વારા પેટ્રોલીંગ કરશે. જ્યાં જરૂરીયાત રહેશે ત્યાં રેસ્ક્યુ ટીમને તાત્કાલિક બોલાવી કામગીરી કરવામાં આવશે.

રાવટી મૂકી 30 જેટલા કર્મચારીઓ નજર રાખશે

દરેક ટ્રેકર્સ ટીમમાં 5 કર્મચારીઓ દેખરેખ કરશે તેમજ અન્ય પોઇન્ટ પર 10 જેટલા કર્મચારીઓ નજર રાખશે. રાઉટી મુકી વન્ય પ્રાણીઓ પર નજર રાખવામાં આવશે.

No comments: