Monday, October 31, 2016

રાજુલા: વાવડીની સીમમાંથી બીમાર સિંહબાળ મળ્યું, સારવાર માટે ખસેડાયું

રાજુલા: વાવડીની સીમમાંથી બીમાર સિંહબાળ મળ્યું, સારવાર માટે ખસેડાયું,  amreli news in gujarati Bhaskar News, Rajula | Oct 19, 2016, 02:00 AM IST
રાજુલા: રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહી આવેલ વાવડી ગામ નજીક સીમ વિસ્તારમાં એક સિંહબાળ બિમાર હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને સિંહબાળને પકડી સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામા આવી હતી. 

સિંહબાળને બાબરકોટ ખાતે સારવાર આપવામા આવી

ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા મોટા પ્રમાણમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર વન્યપ્રાણીઓ બિમાર પડવાની ઘટનાઓ બને છે. ત્યારે રાજુલા તાબાના વાવડી ગામની સીમમા એક સિંહબાળ બિમાર હોવાની જાણ થતા રાજુલા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. પ્રથમ સિંહબાળને પકડીને જાફરાબાદના બાબરકોટ ખાતે સારવાર આપવામા આવી હતી. 
 
સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયું હતુ

બાદમાં આ બિમાર સિંહબાળને વધુ સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યું હતુ. આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે વાવડી ગામની સીમમાં બિમાર સિંહબાળ હોવાની જાણ થતા તેને સારવાર આપવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. સિંહબાળને અન્ય કોઇ ઇજાના નિશાન નથી.

No comments: