Monday, October 31, 2016

પરિક્રમામાં જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:45 AM IST
ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી

જૂનાગઢમાંકારતક માસની અગિયારસે ગિરનાર ફરતે લીલી પરિક્રમા યોજાશે. જેમાં ભારત સાધુ સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી કે, પરિક્રમાનાં રૂટ ઉપર જઠરાગ્નિ ઠારતા અન્નક્ષેત્રોને વહેલા પાસ આપો.

જૂનાગઢ ભારત સાધુ સમાજે લીલી પરિક્રમાની કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં ચાલુ વર્ષે જંગલમાં કુદરતી ઝરણાં વહેતા હોય પાવડર કે સાબુનો ઉપયોગ કરવો, પાણીનાં પોઇન્ટ ઉપર ખાસ બંદોબસ્ત રાખવો, ચારેય ઘોડી પર પથ્થરો હટાવી લેવા, આરોગ્યની ટીમને રાઉન્ડ ક્લોક તૈનાત રાખવા, દૂધ-છાશ અને દહીં વાજબી ભાવે મળી રહે તેની તકેદારી રાખવી, પરિક્રમાનાં રૂટ ઉપર વર્ષોથી લોકોની જઠરાગ્નિ ઠારવા જે સેવાભાવી મંડળો અને અન્નક્ષેત્રો માલ સામાન લઇ આવે છે તેમના માટે વહેલાસર ધારા ધોરણ મુજબનાં પાસ ઇશ્યુ કરી આપવા, રાત્રીનાં રોકાણ દરમિયાન જંગલમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય ત્યારે રૂટ ઉપર કોઇ પ્રાણી આવી ચડે તે માટે વન વિભાગે તકેદારી રાખવી, જંગલ દુષિત થાય તે માટે જરૂરી સુચનો અને બેનરો રાખવા વગેરે બાબતોએ પગલાં ભરવા ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ મહંત ગોપાલાનંદજી બાપુ, પ્રવક્તા મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ જણાવ્યું હતું. ગિરનારની લીલી પરિક્રામાને લઇ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાધુ સંતો રજુઆત કરી રહ્યા છે.

No comments: