Monday, October 31, 2016

ગિરનાર પરિક્રમામાં શૌચાલય સંચાલકો બેફામ ભાવ વધારશે

DivyaBhaskar News Network | Oct 28, 2016, 08:55 AM IST
જૂનાગઢમાંલીલી પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન પે એન્ડ યુઝ શૌચાલયોનાં કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની આચરી યાત્રાળુઅો પાસેથી તોતીંગ ભાવ વધારો લેવામાં આવે છે. જે બાબતે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાનાં કમિશ્નરને પરેશ મોરવાડીયાએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જૂનાગઢનાં મુખ્ય બે તહેવારો પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઉત્સવો દરમિયાન અનેક સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિનાં ઉતારાઓ યાત્રાળુઓની ખડેપડે સેવા ચાકરી કરે છે. તેમના માટે લાખો રૂપિયા ખર્ચી વિનામૂલ્યે ભોજન પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરે છે. સરકાર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવતી નથી. મુખ્ય બે તહેવારો દરમિયાન શૌચાલયનાં સંચાલકો મીલી ભગત કરી તોતીંગ ભાવ વધારો કરે છે. જેનાં કારણે યાત્રાળુઅો જાહેરમાં શૌચક્રિયા અને સ્નાન ક્રિયા કરવા મજબુર બની જાય છે. પરિણામે ગીરનાર તીર્થક્ષેત્રની ભૂમી પ્રદૂષિત પણ થાય છે અને જંગલમાં પણ ગંદકી ફેલાય છે. સરકાર દ્વારા મફત કે વ્યાજબી ભાવે યાત્રાળુઓને આવી સેવા મળે અેવું અભિયાન ચલાવવું જોઇએ.

No comments: