Monday, October 31, 2016

વિસાવદર રેન્જમાંથી વધુ બે બીમાર સિંહ - સિંહણને સારવારમાં ખસેડાયા

Bhaskar News, Visavadar | Oct 21, 2016, 00:57 AM IST

    વિસાવદર રેન્જમાંથી વધુ બે બીમાર સિંહ - સિંહણને સારવારમાં ખસેડાયા,  junagadh news in gujarati
(રીંગ પાજરા ગોઠવી નિરીક્ષણ થય રહ્યું છે)
 
વિસાવદર: વિસાવદર રેન્જમાંથી હાલ ત્રણ બિમાર સિંહોને સારવાર માટે ખસેડાયા છે જેમાં બે દિવસ પહેલા પકડાયેલા બિમાર સિંહને સાસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલાયો હતો જ્યાં તેને યોગ્ય સારવાર આપી બુધવાર રાત્રીનાં ફરી જંગલમાં છોડી મુકાયો છે. જ્યારે વન વિભાગને એક સિંહ અને સિંહણ બિમાર અવસ્થામાં મળી આવતા તેઓને સાસણ ખાતે ખસેડાયા છે.
 
નરમાદા મળી 5 થી 6 સિંહોને સારવારમાં ખસેડ્યા
 
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર રેન્જમાં વનવિભાગ છેલ્લા એક માસથી બિમાર સિંહોને શોધી સારવાર અપાવી રહી છે જો કે એક માસ પહેલા રાજપરા ગામમાંથી એક સાથે બે બિમાર સિંહણોનાં મોત થયા હતા.અને ત્યારબાદ સીસીએફ સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કેટલા બિમાર સિહો છે તે અંગે તપાસ કરવાની સુચના આપી હતી. જેમાં વનવિભાગે અત્યાર સુધીમાં નરમાદા મળી 5 થી 6 સિંહોને સારવારમાં ખસેડ્યા છે.
 
બિમાર સાવજોને ગોતવામાં ધંધે લાગી ગયું છે 
 
જ્યારે રાજપરા ગામે મકાનમાં ઘુસી વાછરડાનું મારણ કરનાર બિમાર સિંહને સારવાર આપી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ વધુ બે નર અને માદા સિંહ બિમાર મળી આવતા તેમને સારવાર માટે સાસણ ખસેડાયા છે.અત્રે નોંધનીય એ છે કે, વનવિભાગ હાલ બિમાર સાવજોને ગોતવામાં ધંધે લાગી ગયું છે અને તે માટે સઘન કાર્યવાહી કરી રહ્યું છે.
 
રીંગ પાજરા ગોઠવી નિરીક્ષણ થય રહ્યું છે

આરએફઓ વંશ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે તમામ રેન્જમાં રીંગ પાંજરા ગોઠવીને સિંહોની તપાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત નેસની અંદર માલઢોરને ખરવા કે કોઇ અન્ય બિમારી નથી તે અંગેની તપાસણી પણ ડોકટરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આમ હાલ સિંહોની તંદુરસ્તી માટે પુુરુ ધ્યાન અપાઇ રહ્યું છે.

No comments: