Monday, October 31, 2016

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગ સજ્જ

DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ ઉપર દર 50 મીટરનાં અંતરે એક-અેક સ્વયંસેવક ઉભો રહેશે અને યાત્રાળુઓને પ્લાસ્ટિક લઇ જવા અપીલ કરશે. ઉપરાંત રૂટ ઉપર કચરો નાંખવાનાં ઠેલા પણ મૂકવામાં આવશે. અને જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરાશે.

જૂનાગઢનાં ગિરનારની લીલી પરિક્રમા વર્ષે તા. 11 થી 15 નવેમ્બર દરમ્યાન યોજાશે. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. આથી જંગલ, વન્ય પ્રાણી અને પર્યાવરણનાં નિયમન માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. વરસાદનાં કારણે રસ્તા રીપેરીંગનું કામ મોડું થયું છે. પરિક્રમા દરમિયાન ઝરણાં ચાલુ હોવાને કારણે બેરીકેટની વ્યવસ્થા કરાશે. પ્લાસ્ટિક મુક્તિ માટે સંસ્થાઓ દ્વારા વૈકલ્પિક કામગીરી કરવામાં આવશે.

No comments: