Saturday, September 29, 2018

જૂનાગઢમાં કપાઈ રહેલા ચંદનના વૃક્ષો પ્રત્યે વનવિભાગને દરકાર નથી

Divyabhaskar.com | Updated - Sep 28, 2018, 03:01 AM

ચોરી થયેલા સ્થળો કાર્યક્ષેત્રમાં ન આવતા હોવાનો રાગ આલાપતો વન વિભાગ
જૂનાગઢના જંગલ વિસ્તારોમાં થઈ રહેલી ચંદન ચોરીને લઈ વનતંત્ર સદંતર બેદરકારી દાખવી રહ્યું છે. સોનાથી પણ મોંઘા ચંદનને જાળવણીમાં કયાંકને ક્યાક ખામીને લીધે ચોરો હાથ અજમાવી જતા હોવાની વાત સામે આવી છે. લાલ ઢોરીમાં થયેલી ચોરીઓ વનવિભાગ તેના કાર્યક્ષેત્રમાં ન આવતું હોવાનો રાગ આલાપી રહ્યું છે. રાત્રીના સમયમાં એક સાથે ચોરી ન કરીને રોજ આવીને એક ઘા મારી જતા ચોરો અનોખી મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હોવાની પણ વાત સામે આવી છે. ગિરનાર પર્વત પર 100 થી 110 પગથિયે, લાલ ઢોરી વિસ્તારમાં આવેલા પર્વતો પર, વગેરે જગ્યાએ ચોરી થઈ છે. અને થઈ રહી પણ છે. વનવિભાગ પેટ્રોલીંગ વધારવાની વાતો કરે છે જોકે તેની અસર દેખાઈ નથી રહી. ચોરો પોતાની આગવી મોડ્સ ઓપરેન્ડીથી વનવિભાગને માત આપવામાં હમેશા સફ‌ળ બને છે. ખાનગી જગ્યામાં ખપાવી વનવિભાગ આંખ આડા કાન કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનની ખુબજ ડીમાન્ડ હોવાથી ગુજરાત બહારના ચોરો પણ સંપુર્ણ પ્લાનિંગ સાથે ચોરીને અંજામ આપતા હોવાની પણ ચર્ચા જાગી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030121-2839424-NOR.html

No comments: