Saturday, September 29, 2018

સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ, અમરેલીમાં સિંહણનું શંકાસ્પદ મોત

Divyabhaskar.com | Updated - Sep 20, 2018, 12:31 AM

સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓમાં રોષ

livelihood failure in lions security lioness suspected death in Amreli
અમરેલીઃ રાજુલાના ભેરાઇના ખારામાથી એક સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે અહી વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. વારંવાર સાવજોના કમોતથી આ વિસ્તારના સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સિંહણનુ મોત કોઇ ઝેરી પદાર્થવાળુ પાણી પીવાથી કે વિજશોકથી થયુ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઇ શકશે.
વનતંત્રનો મામલો દબાવવા પ્રયાસ
રાજુલા વનવિભાગની રેન્જમાં સિંહોનો દબદબો છે. મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ સાબિત થયું છે. અહીં સિંહોની સુરક્ષામાં રીતસરના છીંડા જોવા મળે છે. સિંહોની કોઈ જાળવણી કરવામાં આવતી નથી તે સ્પષ્ટ થયું છે. અહીં 25 ફેબ્રુઆરીએ ડુંગર વિક્ટર રોડ પર સિંહનો રોડ કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. જેને છએક માસ જેટલો સમય વિતી ગયો છે. તે ઘટનામાં સિંહને કપડામાં બાંધી રોડ પર ફેંકવામાં આવ્યો હતો. તેની 10 દિવસ સુધી તપાસ ચાલી ત્યારબાદ આખો મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. જો કે તે સિંહનું શોકસર્કિટના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અને સિંહને કોઈ ઈસમો દ્વારા અહી ફેંકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી વનવિભાગ તેમના સુધી પહોંચી શકયુ નથી. અને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.

4 વર્ષની આસપાસ સિંહણની ઉંમર

સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ ખારામાં આજે સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જેની 4 વર્ષ આસપાસ ઉંમર છે. અને અહીં મૃતદેહ પડ્યો હોવાના સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ થયા ત્યારબાદ રાજુલા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના રાત્રીની હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યાં છે. જો કે વનવિભાગના ધ્યાન ઉપર વહેલી સવારે આવી ગઈ હતી. અને અમરેલી ડીસીએફ સાથે રાજુલા વનવિભાગને ટેલિફોનિક ચર્ચા થઈ હતી.
બાવળની કાટમાંથી મૃતદેહ કબજે લેવાયો

અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત બપોરે 12 વાગ્યે અહી પહોંચી ગયા હતા અને કોઇપણ મિડીયાકર્મી કે સ્થાનિકોને માહિતી ન આપવા સુચના આપી હતી. અને ત્યાર બાદ બાવળની કાટ પાછળ આવેલ ઢોરાની પાછળથી મૃતદેહને ઉપાડયો હતો અને મૃતદેહને બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા હજુ સુધીમાં સિંહણના મોત અંગે સ્પષ્ટતા કરી નથી. પી એમ બાદ ખબર પડે તપાસ ચાલુ છે તેવો દાવો રાજુલા વનવિભાગ તરફથી કરવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-livelihood-failure-in-lions-security-lioness-suspected-death-in-amreli-gujarati-news-5959549-NOR.html

No comments: