Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM
ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા વાડીમા એકસાથે નવ સાવજો ટહેલવા નીકળ્યાં હોવાનો એક વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ...
ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા વાડીમા એકસાથે નવ સાવજો ટહેલવા
નીકળ્યાં હોવાનો એક વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થયો હતો. આ વિડીયોમા
પ્રખ્યાત જાંબો નામનો સિંહ પણ હોવાનુ જણાઇ રહ્યું છે. જો કે આ વિડીયો
અમરેલી કે ગીર સોમનાથની બોર્ડર આસપાસનો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. એકસાથે
નવ સાવજો વાડીમા લટાર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામા જાહેર થયો હતો.
શિકારની શોધમા એકસાથે નવ સાવજો વાડી ખેતરોમા આંટાફેરા મારતા નજરે પડી
રહ્યાં છે. આ વિડીયોમા જંગલનો પ્રખ્યાત સિંહ જાંબો પણ ન જરે પડી રહ્યો છે.
જો કે આ મુદ્દે હજુ સુધી વન અધિકારીઓ દ્વારા કોઇ પ્રતિક્રિયા અપાઇ નથી.
પરંતુ અમરેલી જિલ્લાના ગીરકાંઠા કે ઉના તુલશીશ્યામના ગ્રામ્ય વિસ્તારનો આ
વિડીયો હોવાનુ જણાઇ રહ્યું છે. હાલ તો આ વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થતા
લોકો નિહાળી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020118-2807882-NOR.html
No comments:
Post a Comment