Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 07:49 PM
વનવિભાગની ટીમની સિંહોની હેલ્થ ચકાસણીમાં ખબર પડી છે કે હજુ 6 સિંહો બીમારીથી સબડી રહ્યા છે

ફાઇલ તસવીર
દલખાણીયા રેન્જમાં કાલે પણ 4 વર્ષની સિંહણ અને 6 માસના સિંહબાળનું બીમારીથી મોત થયું હતું
હાલમાં ગીર પુર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવી હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મડી હતી. જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવતી હતી.
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ થયા હતા. એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં મળ્યું હતું. જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં લાવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-14-lion-death-reached-on-14th-of-gir-gujarati-news-5961992-NOR.html
No comments:
Post a Comment