Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 02:33 AM
આંબરડીની સીમમાં દીપડાએ બાળકને ફાડી ખાવા કરેલો પ્રયાસ

ઘવાયેલા પાંચ વર્ષના બાળકને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલે ખસેડાયો
ઘવાયેલા પાંચ વર્ષના બાળકને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલે ખસેડાયો
ધારી તાલુકામાં ગીરપૂર્વની સરસીયા રેંજમાં આંબરડી બીટમાં આંબરડીથી હાલરીયા રોડ પર હસુભાઇ હરીભાઇ દેસાઇની વાડીમાં રસીક વાઘેલા અને તેનો પરિવાર ખેત મજુરીનું કામ કરે છે. રાત્રીના સમયે રસીકભાઇ વાઘેલા વાડીમાં પાણી વાળવાનું કામ કરી રહ્યા હતાં અને તેનો પાંચ વર્ષનો પુત્ર રવિ ખુલ્લામાં સુતો હતો ત્યારે સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડો શીકારની શોધમાં ધસી આવ્યો હતો અને આ ખુલ્લામાં સુતેલા બાળકને મોઢામાં પકડી નાસી જવા પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે કુતરૂ ભસતા અને પરિવારજનો દોડી આવતા દિપડો બાળકને મુકી નાસી ગયો હતો. બાળકને વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયો હતો.
દીપડાને પકડવા બે પાંજરા મુકાયા
બનાવની જાણ થતા આરએફઓ ઓડેદરા તેમજ સરસીયા રેંજના વનકર્મીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આ દિપડાને પકડવા માટે આ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દીધા હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-save-a-five-year-old-child-from-a-leopard-mouth-gujarati-news-5949208-NOR.html
No comments:
Post a Comment