Saturday, September 29, 2018

રાજુલામાં દીપડો પાંજરે પૂરાયા બાદ ગણતરીની કલાકોમાં સારવાર દરમિયાન થયું મોત

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 02:38 PM

દીપડો આશરે 4 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું

Panther death after closed Cage near rajula
દીપડાનો મૃતદેહ
રાજુલા: રાજુલા આસપાસ વન્યપ્રાણીઓનો વસવાટ વધ્યો છે. સાથે સાથે હવે શહેરમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. રાજુલા શહેરમાં આવેલ શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર કુંભનાથ સુખનાથ મંદિર ઉપર આવેલી ખાણોની ધારમાં દીપડો 10 દિવસથી આંટાફેરા કરતો હતો. જેના કારણે ભયનો માહોલ ઉભો થયો હતો. સાતમની સાંજે દીપડો ધાર પર આવી ચડ્યો અને શ્રદ્ધાળુ સહિત પૂજારી પરિવારના લોકોએ વનવિભાગને જાણ કરતા ટીમ પાંજરા સાથે અહીં આવી પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાને મહામુસીબતે પાંજરે પૂર્યો અને બાબરકોટ નર્સરી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર વામજા સહિતની ટિમે અહીં પહોંચી સારવાર શરૂ કરી ત્યાં જ દીપડાએ એક વખત ઉલ્ટી કરી અને તેનું મોત નીપજ્યું હતું.
દીપડો આશરે 4 વર્ષનો
આ દીપડો આશરે 4 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વનવિભાગ પાસેથી મળતી વિગતો મુજબ આ દીપડાને વધુ તાવ મગજમાં ચડી ગયો હતો જેના કારણે આ મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ દીપડાના મોતના સમાચારથી વનવિભાગના કર્મચારીઓમાં પણ ભારે આઘાતભર્યો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે કુંભનાથ સુખનાથ મંદિર પાસેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક લોકો અને શ્રધાળુઓએ રાહત અનુભવી હતી.
માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-panther-death-after-closed-cage-near-rajula-gujarati-news-5951291-NOR.html

No comments: