Saturday, September 29, 2018

રાજુલાના ભેરાઇમાં સિંહણનું મોત, કલાકો સુધી મૃતદેહ રઝળ્યો, વનવિભાગે મામલો દબાવ્યો


Divyabhaskar.com | Updated - Sep 19, 2018, 04:06 PM

અગાઉ વિક્ટર રોડ પરથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો, હજી તપાસ ઠેરની ઠેર

Lioness death in bherai village of rajula and forest team run on spot
+2બીજી સ્લાઈડ્સ જુઓ
સિંહણનો મૃતદેહ
અમરેલી: રાજુલાના ભેરાઇના ખારામાં સિંહણનું શંકાસ્પદ મોત થયાનું બહાર આવ્યું છે. સિંહણનો મૃતદેહ કલાકો પછી ખાનગી રીતે બાવળની કાટમાંથી કબ્જે લીધો હતો. સિંહણના મોતથી વનવિભાગની સામે અનેક સવાલો ઉઠ્યા છે. વનવિભાગે સમગ્ર મામલો દબાવ્યો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી સિંહણનો મૃતદેહ રોડ નજીક આવેલા ખારામાં પડ્યો હતો પરંતુ બપોર સુધી મૃતદેહ રઝળ્યો હતો. બપોરે 12 વાગે ડીએફઓ પ્રિયંકા ગેહલોત આવી બાવળ વિસ્તારમાંથી ખાનગી રીતે આવી મૃતદેહને ઉપાડ્યો હતો અને વનકર્મીઓને કડક સૂચના આપી હતી કે કોઇને આ મૃતદેહ વિશે માહિતી આપવાની નથી.
અગાઉ વિક્ટર રોડ પરથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો, હજી તપાસ ઠેરની ઠેર
રાજુલા વનવિભાગની રેન્જમાં સિંહોનો દબદબો છે અને મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે અને સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ સાબિત થયું છે. અહીં સિંહોની સુરક્ષામાં રીતસરના છીંડા જોવા મળે છે. અહીં સિંહોની કોઇ જાળવણી કરવામાં આવતી નથી તે સ્પષ્ટ થયું છે. 25 ફેબ્રુઆરીએ ડુંગર વિક્ટર રોડ પર સિંહનો રોડ કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. જેને આશરે 6 માસ જેટલો સમય વીતી ગયો છે તે ઘટનામાં સિંહને કપડાંમાં બાંધી રોડ પર ફેંકવામાં આવ્યો હતો. તેની 10 દિવસ સુધી તપાસ ચાલી ત્યારબાદ આખો મામલો રફેદફે કરવામાં આવ્યો છે. જેમાં રીતસર સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કોઈ વાડીવિસ્તારમાં શોટ સર્કિટ થયું હોય અને ત્યારબાદ રાત્રીના સમયે કોઈએ મૃતદેહ ફેંકી જતું રહ્યું હોય આ પ્રકારની વાત સામે આવી હતી. ત્યારબાદ પી.એમ.રિપોર્ટમાં પણ તે સિંહનું શોટસર્કિટના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને સિંહને રીતસર કોઈ ઈસમો દ્વારા મારી ફેંકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી વનવિભાગ પહોચ્યું નથી અને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સિંહણની ઉંમર 4 વર્ષ આસપાસની
સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ ખારામાં આજે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જેની 4 વર્ષ આસપાસ ઉંમર છે અને અહીં મૃતદેહ પડ્યો હોવાના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા. રાજુલા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ઘટના રાત્રીની હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જો કે વનવિભાગના ધ્યાન ઉપર આ ઘટના વહેલી સવારે આવી ગઈ હતી અને અમરેલી ડીએફઓ સાથે રાજુલા વનવિભાગને ટેલિફોનિક ચર્ચા થઈ હતી. ત્યારબાદ અમરેલી અધિકારીની સૂચના હોય તેમ તે મૃતદેહ અહીંથી થોડે બાવળની કાટમાં દૂર રીતસર સંતાડી દીધો અને અમરેલી ડીએફઓ પ્રિયંકા ગેહલોત બપોરે 12 વાગે પહોંચી થોડીવાર સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી મીડિયાકર્મીઓ એ કવરેજ કર્યું છે કે કેમ તેની ચર્ચાઓ કરી હતી. બાદમાં કોઈએ મૃતદેહ અન્ય માણસોએ જોયો છે કે કેમ તેની ચર્ચા કરી અને એકપણ લોકલ માણસ અથવા તો મીડિયાકર્મીને આ અંગે કોઈ માહિતી આપશે તો તેને ઉપાડી લઈશ. આ પ્રકારનો ગુચવાટ વનવિભાગમાં જોવા મળ્યો હતો. કોઈ મીડિયાકર્મી અંદર પણ આવવા ન જોઈએ આ પ્રકારની કડક સૂચના આપવામાં આવી હતી. જેના કારણે રાજુલા વનવિભાગમાં પણ ભારે ગભરાટનો માહોલ ઉભો થયો હતો
મૃતદેહ બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડ્યો
ત્યારબાદ બાવળની કાંટ પાછળ આવેલા ઢોરાની પાછળથી ખાનગી રીતે મૃતદેહને ઉપાડ્યો હતો અને બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. વનવિભાગ દ્વારા હજુ સુધીમાં સિંહણના મોત અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પીએમ બાદ ખબર પડે, તપાસ ચાલુ છે તેવો દાવો રાજુલા વનવિભાગ તરફથી કરવામાં આવ્યો છે. પરંતુ સ્થળ પરથી સિંહણના મોંમાં રીતસર ફીણ નીકળ્યા હતા અને આસપાસમાં આવેલી અનેક જગ્યા પર પાણી ભરેલા ખાડાઓ છે. કોઈ દુષિત પાણી પીધું હોય શકે અથવા તો કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે પણ મોત થયાની શંકા સેવાઇ રહી છે. જ્યારે પ્રથમ સિંહણનો મૃતદેહ ખુલ્લા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પરંતુ અહીં ત્યારબાદ બાવળની કાંટમાંથી કબ્જે કરવામાં આવ્યો તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વનવિભાગ અને આસપાસના વિસ્તારના પાણીના સેમ્પલ પણ લીધા છે. હજુ સુધીમાં કોઈ સ્પષ્ટ કારણ વનવિભાગ દ્વારા પણ જાણી શકાયું નથી.
ગીર નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહોની પાછળ સતત પેટ્રોલિંગ રાખવું જોઈએ. એના બદલે સિંહોના મોતની ગંભીર ઘટના હોય રાતની પણ સવાર સુધી ખબર નથી પડતી. પછી અધિકારીઓ દબાવવા દોડે છે એ દુઃખની વાત છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lioness-death-in-bherai-village-of-rajula-and-forest-team-run-on-spot-gujarati-news-5959156-NOR.html?seq=1

No comments: