Saturday, September 29, 2018

ભુંડણીની સીમમાં 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી બકરીને લીધી ભરડામાં, ખાઇ ન શક્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:48 AM

ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે

15 feet long python hunt Goat bhundani village of khanbha
અજગરે બકરીને લીધી ભરડામાં
ખાંભા: ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં શનિવારે સાંજે એક 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી એક બકરીને ભરડામાં લઇ મારણ કર્યુ હતું. જો કે અહીં લોકો એકઠા થઇ જતા દેકારો થવાથી અજગર પોતાના શિકારને ખાઇ શક્યો ન હતો.
ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે
જેમ ગીર જંગલમા મોટા પ્રમાણમા અજગર વસે છે તેમ ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે. ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં ગત સાંજે 15 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અહીંના ભોજાભાઇ ભરવાડ સીમમાં ઘેટા બકરા ચરાવી રહ્યાં હતા ત્યારે એક વાડ પાસે આ મહાકાય અજગરે એક બકરીને પોતાના ભરડામાં લઇ લીધી હતી.
વન વિભાગને જાણ કરવામાં આવી હતી
આ અજગરે બકરીને દબોચી લઇ તેને મારી નાખી હતી અને આ શિકારને આખેઆખો ગળી જવા મથામણ શરૂ કરી હતી. જો કે આ સમયે અહીં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જેને પગલે દેકારો થતા અજગર બકરીને છોડી બાજુની વાડમાં ચાલ્યો ગયો હતો. અહીંના જુવાનસિંહ કોટીલા દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો
તસવીર: જયદેવ વરૂ, અમરેલી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-15-feet-long-python-hunt-goat-bhundani-village-of-khanbha-gujarati-news-5957976-NOR.html

No comments: