Wednesday, July 31, 2019

વીજશોક લાગતા ગિરનારના 2500 પગથિયે 2 ભેંસનાં મોત નિપજયાં

Junagadh News - two buffaloes were killed in the 2500 steps of lightning strike 064006

DivyaBhaskar News Network

Jul 29, 2019, 06:40 AM IST
ગિરનાર પર્વત પરના 2500 પગથિયા નજીક આવેલ શેશાવન ચેટીથી પથ્થર ચેટી તરફના રસ્તા પર ભેંસો ચરી રહી હતી. દરમિયાન પીજીવીસીએલનો જીવંત વિજ વાયર અત્યંત નીચે લટકતો હોય તે એક ભેંસના શિંગડામાં ભરાઇ ગયો હતો જેને કારણે ભેંસને શોક લાગ્યો હતો અને તેની સાથેની ભેંસને પણ શોક લાગતા બન્ને ભેંસોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ ઘટનાથી પશુપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. દરમિયાન કમંડળ કુંડની જગ્યાના મહંત મુકતાનંદ સ્વામીએ ઉગ્ર રોષ અને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે બે મુંગા પશુ મોતને ભેંટયા છે. પીજીવીસીએલના કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓએ એક ધાર્મિક સ્થાનને ગેરકાયદેસર વિજ કનેકશન આપ્યું હતું. તેનો વિજ વાયર અત્યંત નીચે પગથિયા પર લટકતો હોય તેના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. ગિરનાર પર્વત પર દરરોજ હજ્જારોની સંખ્યામાં ભાવિકો, યાત્રિકો આવે છે ત્યારે કોઇ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે ? વળી કોઇ સિંહ, દિપડા, હરણ કે અન્ય કોઇ વન્યપ્રાણીને વિજશોક લાગતા તેનું મોત થશે તો જવાબદારી કોની ? તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-two-buffaloes-were-killed-in-the-2500-steps-of-lightning-strike-064006-5116054-NOR.html

No comments: