Wednesday, July 31, 2019

મેકડાની સીમમાં શિકાર પાછળ દોડેલો દિપડો કુવામાં ખાબકયો

Amreli News - in the mcdonnell39s seas the lizard survived the prey 055015

DivyaBhaskar News Network

Jul 01, 2019, 05:50 AM IST
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા જે રીતે સાવજોની વસતિ વધી રહી છે તે જ રીતે દિપડાની સંખ્યા પણ કુદકેને ભુસકે વધી રહી છે. જેને પગલે દિપડાના માણસ પર હુમલા જેવી ઘટના કે સિંહ અને દિપડા વચ્ચે ઇનફાઇટની ઘટના કે પછી દિપડો કુવામા પડી ગયો હોય તેવી ઘટનાઓ વધી રહી છે. આવી વધુ એક ઘટના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામની સીમમા બની હતી. અહી એક ખેડૂતની વાડીના ખુલ્લા કુવામા દિપડો પડી ગયો હતો. એવુ માનવામા આવે છે કે રાત્રીના સમયે આ દિપડો શિકારની શોધમા નીકળ્યો હતો અને અકસ્માતે કુવામા પડી ગયો હતો. જો કે દિપડાએ કુવામા મુકેલી આડશ પર ચડી જઇ પોતાનો જીવ બચાવ્યો હતો. વાડી માલિકે આ અંગે વનતંત્રને જાણ કરતા દિપડાને બચાવવા માટે વનવિભાગની ટીમ અહી દોડી આવી હતી. બે કલાકની લાંબી જહેમત બાદ આ દિપડાને સહી સલામત કુવામાથી બહાર કાઢી પાંજરે પુરવામા આવ્યો હતો. હવે આ દિપડાને ફરી જંગલ વિસ્તારમા મુકત કરી દેવાશે.

દિપડો કુવામાં ખાબકતા કુવામાં લગાવેલ લાકડામાં અટવાયો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-mcdonnell39s-seas-the-lizard-survived-the-prey-055015-4892939-NOR.html

No comments: