Wednesday, July 31, 2019

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પ્રવેશ ફિમાં સુધારો કરવામાં આવ્યો

DivyaBhaskar News Network

Jul 20, 2019, 06:45 AM IST

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પ્રવેશ ફિમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા દર 15 જુલાઇથી અમલી બન્યા છે. આ સુધારા મુજબ 3 વર્ષ નિચેના બાળકો માટે પગપાળા તેમજ બસ પ્રવાસ વિનામુલ્યે રહેશે. જયારે 3 વર્ષથી લઇને 12 વર્ષ નીચેના ઉંમરના બાળકોના પ્રવેશ માટે 15 રૂપિયા અને 12 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિના પ્રવેશ માટે 30 રૂપિયા ફિ નક્કી કરવામાં આવી છે. જયારે શૈક્ષણીક પ્રવાસ આવે ત્યારે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોના માટે વ્યક્તિ દિઠ 5 રૂપિયા લેવાશે.

60 વર્ષથી વધુની ઉંમરના સિનીયર સિટીઝનો માટે પગપાળા મુલાકાતના 15 રૂપિયા, વાહન દ્વારા પ્રવેશની ફિ 3 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ માટે 50 રૂપિયા કરવામાં આવી છે. મોબાઇલ સિવાય કેમેરાથી ફોટોગ્રાફીના 40, મોબાઇલ સિવાય વિડીયો કેમેરા માટે 125, પ્રોફેશ્નલ કેમેરા 200 રૂપિયા, પ્રોફેશ્નલ વિડીયો કેમેરા 3500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ 15 જુલાઇથી લાગુ પડયા હોવાનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક દ્વારા જણાવાયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-junagadh39s-sakkarbaug-zoo-museum-has-been-revised-064508-5041999-NOR.html

No comments: