Wednesday, July 31, 2019

કાતર ગામે ખેડૂત બળગાડુ લઇને વાડીએ પહોંચ્યા, વીજપોલ સાથે અડી જતા કરંટથી બે બળદના મોત, ખેડૂત ગંભીર

બે બળદના સ્થળ પર મોત અને ખેડૂત સારવાર હેઠળ
બે બળદના સ્થળ પર મોત અને ખેડૂત સારવાર હેઠળ

  • ખેડૂતને પ્રથમ રાજુલા બાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડાયા

Divyabhaskar.com

Jul 03, 2019, 06:23 PM IST
ખાંભા: રાજુલા તાલુકાના કાતર ગામે ખેડૂત લાલભાઇ મગલાભાઇ ભરવાડ બળદગાડુ જોડી વાડીએ પહોંચ્યા ત્યારે ખેતરના શેઢે વીજપોલ સાથે એક બળદ અડી જતા કરંટ લાગતા બંને બળદના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને ખેડૂતને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. ભેજને કારણે વીજપોલમાં કરંટ આવતા બળદોના મોત નીપજ્યા હતા. લાલભાઇને પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલે ખસેડાયા છે.
પીજીવીસીએલની બેદકારીથી ખેડૂત જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ છે
બંને બળદની સાથે ગાડા પર બેઠેલા લાલભાઇને પણ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેઓની હાલત ગંભીર હોવાથી પીજીવીસીએલની બેદરકારીને કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજુલા પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ગામના લોકોએ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
(રિપોર્ટ-તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/electricity-current-of-bullcart-and-two-bull-death-and-farmer-injured-near-rajula-1562131597.html

No comments: