Wednesday, July 31, 2019

યુવાનને ઢોર માર મારનાર વનવિભાગના RFO સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • ભોગ બનનાર યુવક ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ

Divyabhaskar.com

Jul 21, 2019, 03:20 PM IST
ખાંભા: ખાંભાના તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ અને ફોરેસ્ટર યાસીન જુનેજાએ રાવલ ડેમમાં માછીમારી કરતા વડલી ગામના બે યુવકને પકડી દંડ વસૂલાત કરી હતી. બાદમાં અજીત ઇસ્માઇલ સમા નામના યુવકને ઢોર માર માર્યો હતો. આથી આજે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બંને ફોરેસ્ટ કર્મચારીઓ વિરૂદ્ધ આઇપીસી કલમ 323, 325, 504 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
5 હજારનો દંડ લીધો અને માર માર્યો
બે યુવકો માછીમારી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાકે પકડાઇ જતા 5 હજારનો દંડ લીધો હતો બાદમાં અજીતને ઢોર માર માર્યો હતો. ભોગ બનનાર અજીત હાલ ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાબારીકા રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજા વિરુદ્ધ થોડા સમય પેહલા દલડીના એક માલધારી દ્વારા મારણની અરજી સ્વીકાર કરવા માટે લાંચ માંગી હોવાની રજૂઆત થઇ હતી.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-forest-officer-hit-young-man-near-una-so-complain-again-both-1563692258.html

No comments: