Wednesday, July 31, 2019

RFO પર વડલીના 2 યુવાનોને ઢોર માર મારવાનો આરોપ, 17 કલાક ગોંધી રાખ્યા

  • તુલસીશ્યામ રેન્જના RFO પર બે યુવાનોને માર મારવાનો આરોપ
  • જાવિદ હસનભાઈ સમા અને અજીત ઈસ્માઈલભાઈ સમાને પાંચ-પાંચ હજારનો દંડ કર્યો
  • 50 હજારની માંગણી કર્યા બાદ પૈસા ન આપતા ઢોર માર મારવામાં આવ્યો
  • સવારના 5 વાગ્યે આ બન્ને યુવાનને લઈ ગયા બાદ રાત્રે 8 વાગ્યે છોડ્યા

Divyabhaskar.com

Jul 20, 2019, 11:32 PM IST
ગીર ગઢડાઃ વડલી ગામના 2 યુવાનોને જંગલ ખાતાના અધિકારીએ ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. તુલસીશ્યામ રેન્જના RFO પર રાવલ ડેમ પાસે માછીમારી કરવા ગયેલા 2 યુવાનો એવા જાવિદ હસનભાઈ સમા અને અજીત ઈસ્માઈલભાઈ સમાને પાંચ-પાંચ હજારનો દંડ ફટકારીને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ બંને યુવાનોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જંગલખાતાના અમાનવીય વ્યહવારને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, RFO સવારના 5 વાગ્યે આ બન્ને યુવાનને લઈ ગયા બાદ રાત્રે 8 વાગ્યે છોડ્યા હતા. આ બન્ને યુવાનો પાસેથી 50 હજારની માંગણી કર્યા બાદ પૈસા ન આપતા ઢોર માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર અજિત ઇસ્માઇલ સમા નામનો યુવક હાલ ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના જણાવ્યા અનુસાર ગીરગઢડા પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધી નહોતી. પોલીસ ઓફિસર્સ ફરિયાદ લેવામાં ગલ્લાતલ્લા કરતા હોવાનું સામે આવ્યું છે.

https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/rfo-accused-of-beat-up-2-youths-of-vadli-village-of-gir-gadhada-1563631313.html

No comments: