Wednesday, July 31, 2019

જૂનાગઢના સક્કરબાગમાં વિશ્વનું સૌથી પાંચમાં નંબરનું વજનદાર પ્રાણી બાયસનનું આગમન, મૈસુરથી કાળા હંસની જોડી આવી

કાળા હંસ અને બાયસન
કાળા હંસ અને બાયસન

  • મૈસુરથી કાળા હંસની જોડી આવી,  બે સિંહની જોડી આપી

Divyabhaskar.com

Jul 02, 2019, 12:02 PM IST

જૂનાગઢ:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ. 1863માં સ્થાપના થઇ હતી. જે ભારતનાં જુનામાં જુના પ્રાણી સંગ્રહાલયોમાનું એક છે. સક્કરબાગ આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે. સક્કરબાગ સંગ્રહલયનું નામ એક મીઠા પાણી(સક્કર)ના કુવા પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. આ સક્કરબાગમાં હવે વિશ્વનું સૌથી પાંચમાં નંબરનું વજનદાર પ્રાણી ભુમિગત બાયસનનું આગમન થયું છે. આ સાથે જ મૈસુરથી કાળા હંસની જોડી આવી છે.
સક્કરબાગ ઝુમાંથી સિંહની બે જોડી આપવામાં આવી
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ અને માસાહારી પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણી સંગ્રહાલય એશિયાઇ સિંહનું મુખ્ય આકર્ષણ છે. પરંતુ પ્રાણી એક્સચેજ પ્રોગ્રામ હેઠળ અન્ય ઝુને ગીરના સિંહ આપી ત્યાંના પ્રાણી, પક્ષીઓ લાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગમાં મૈસુરના સ્વામી રાજેન્દ્ર ઝુમાંથી કાળા હંસની જોડી(નર, માદા) તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળતા બાયસન ત્રણ (એક નર, બે માદા) લઇ આવવામાં આવ્યા છે. જો કે સક્કરબાગ ઝુમાંથી સિંહની બે જોડી આપવામાં આવી છે. જેની સામે સક્કબાગને આ પ્રાણી, પક્ષીઓ આપવામાં આવ્યા છે. ત્યારે હવે સક્કરબાગ ઝુમાં પણ ઓસ્ટ્રલિયન કાળા હંસ જોવા મળતા પ્રવાસીઓમાં વધારો જોવા મળશે.
ગુજરાતના એક પણ ઝુમાં કાળા હંસ નહી
હવે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં કાળા હંસ લઇ આવવામાં આવ્યા છે જો કે આ હંસ ગુજરાતના એક પણ ઝુમાં નહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સક્કરબાગ ઝુમાં પહેલેથી જ 3 બાયસન હતા
સક્કરબાગ ઝુમાં પહેલેથી જ એક નર અને બે માદા બાયસન હતાં. ત્યારે હવે વધુ એક નર અને બે માદા બાયસન લઇ આવતા સક્કરબાગ ઝુમાં બે નર અને ચાર માદા સહિત કુલ 6 બાયસન થયા છે.

બાયસન ભારત, દક્ષિણ પૂર્વ એશિયા જોવા મળે છે
  • આયુષ્ય- 18 થી 25 વર્ષ
  • ગર્ભકાળ- 275 દિવસ
  • કુદરતી આવાસ- એવરગ્રીન અને સેમી-એવરગ્રીન તેમજ ભેજવાળા પાનખર જંગલો
  • ખાસીયત- વજન 1000 કિગ્રા, હાથી, ગેંડા, હીપ્પો અને જીરાફ બાદ વિશ્વનું પાંચમુ સાૈથી વજનદાર ભુમિગત પ્રાણી છે.
  • ખોરાક- ઘાસ અને પાદડા
  • વ્યાપ- ભારત, દક્ષિણ પૂર્વ એશિયા
કાળા હંસ ઓસ્ટ્રલિયમાં જોવા મળે છે
  • ખોરાક-ફ્રુટ(વેજીટેરીયન)
  • આવાસ- ખુલ્લી જગ્યા તેમજ પાણીમાં રહે છે
  • વ્યાપ- ઓસ્ટ્રલિયામાં જોવા મળે છે
    https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/most-weighty-animal-baysan-in-zoo-junagadh-1562043124.html

No comments: