Wednesday, July 31, 2019

ગિરનાર પર સપ્તરંગી મેઘ ધનુષ્યનો અદભૂત નજારો

Junagadh News - a spectacular view of the rainbow cloud bow at girnar 063521

DivyaBhaskar News Network

Jul 04, 2019, 06:35 AM IST

જૂનાગઢ શહેરમાં વાયુ વાવાઝોડા સમયે આવેલી મેઘ સવારી બાદ વરસાદ ખેંચાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. સોરઠના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી પડતા મેઘરાજા જૂનાગઢમાં પણ મન મૂકીને વરસી પડે તેવી શહેરીજનો આશા સેવી રહ્યા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી શહેરમાં જે રીતે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને સૂર્ય નારાયણ ભગવાન પણ કયારે કયારેક અદ્રશ્ય રહેતા વરસાદની આશા વધુ મજબૂત બની હતી. જોકે મંગળવાર અને બુધવાર એમ બે દિવસના ડામાડોળ વાતાવરણ પછી બુધવારે મેઘરાજા મંડાણા હતા પરંતુ બધાના આશ્ચય વચ્ચે માત્ર હળવા વરસાદી ઝાપટા જ પડયા હતા. અેમાંયે ટીંબાવાડી, મધુરમ, જિલ્લા કલેકટર કચેરી સહિતના શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા માત્ર ઉડતી મુલાકાત લઇને જતા રહ્યા હતા પરિણામે આવા વાછટીયા વરસાદથી માત્ર રોડ ભીના થયા હતા. જોકે શહેરના અનેક ભાગોમાં તો વરસાદી ઝાપટાં પણ પડયા ન હતા. આમ શહેરના અનેક વિસ્તારો કોરા ધાકોડ રહી જવા પામ્યા છે. ત્યારે હવે શહેરીજનો ઇચ્છી રહ્યા છે કે મેઘરાજા રિસામણાં દૂર કરી ધોધમાર વરસી પડે. જૂનાગઢમાં પાણીની કારમી તંગી સર્જાઇ છે. શહેરીજનો પાણી માટે વલખાં મારી રહ્યા છે મનપામાં દરરોજ પાણી અંગે ફરિયાદોનો ધોધ છુટે છે. ત્યારે મેઘરાજા પોતાનું હેત વરસાવે તો કુવા, બોરનાં તળ ઉંચા આવે અને પાણીની સર્જાયેલી તંગી અંશત: દુર થાય જેથી લોકોને રાહત મળે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-a-spectacular-view-of-the-rainbow-cloud-bow-at-girnar-063521-4916078-NOR.html

No comments: