Wednesday, June 20, 2012

ખાંભા નજીક વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:36 AM [IST](20/06/2012)
- સિંહણના મૃતદેહ પાસેથી મળેલો વાછરડીના મૃતદેહના નમૂના લેવાયા

ખાંભા નજીક પાટી રેવન્યુ વિસ્તારમાં આજે સવારે એક વાડીમાંથી દોઢ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. રાયડી આદસંગ રોડ પર આવેલ પાટી ગામના સરપંચ દુલાભાઇ માણસુરભાઇ વાઘની વાડીમાંથી દોઢેક વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. દુલાભાઇ સવારે પોતાની વાડીએ મજુરો સાથે ગયા હતા. ત્યારે સિંહણનો મૃતદેહ નજરે પડતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરી હતી.

વાડીમાં સિંહણનો મૃતદેહ પડ્યાના સમાચાર ગામમાં ફેલાતા ગામલોકો જોવા માટે અહી એકઠા થયા હતા. ધારી વનવિભાગના ડીએફઓ અંશુમન શર્મા તેમજ આરએફઓ પરડવા, ફોરેસ્ટર ભટ્ટી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સિંહણનો મૃતદેહ કબજે લીધો હતો. સિંહણના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. બીજી બાજુ સિંહણના મૃતદેહ પાસેથી મળી આવેલી વાછરડીના મૃતદેહના નમૂના લઇને વાછરડીના માંસમાં ઝેર છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરાઇ છે.

No comments: