Thursday, June 21, 2012

લુવારા પાસે સૂરજવડી ડેમમાંથી બે દીપડાના મૃતદેહ મળી આવ્યા.


Source: Bhaskar News, Saverkundla   |   Last Updated 12:37 AM [IST](21/06/2012)
- વનવિભાગના અધિકારીઓ રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામથી બે કિમી દુર આવેલ સુરજવડી ડેમની કેનાલમાંથી આજે સવારે બે દપિડાના મૃતદેહ મળી આવતા વનવિભાગના અધિકારીઓ રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે. સવારમાં અહીથી પસાર થતા ખેડુતની નજરે આ મૃતદેહો ચડતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી.

સવારમાં વનવિભાગને જાણ થતા જ ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સી.બી.ધાંધીયા રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દપિડા ડેમની કેનાલમાં પડી ગયાના સમાચાર મળતા જ લોકો જોવા માટે એકઠા થયા હતાં. વનવિભાગની રેસ્કયુ ટીમે દોરડાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢયા હતા.

વન્યપ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક પ્રાણીઓના મોતની ઘટનાઓ બની રહી છે. હજુ ગઇકાલે જ ખાંભા નજીક વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં આજે બે દપિડાના મૃતદેહો ડેમની કેનાલમાંથી મળી આવતા વન્યપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. બંને દપિડાઓ અંદાજિત એક વર્ષની ઉંમરના હોય રમતા રમતા તેઓ ડેમની કેનાલમાં પડી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન જણાવાય રહ્યું છે. આ વિસ્તારમાં આઠેક દપિડાઓ અને પાંચથી છ સિંહો આંટાફેરા મારતા હોવાનું વન્યપ્રેમીઓએ જણાવ્યું હતું.

No comments: