Wednesday, June 20, 2012

વેરાવળનાં સવની ગામે દીપડો પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:12 AM [IST](20/06/2012)
વેરાવળ તાલુકાનાં સવની ગામની સીમમાંથી આજે મોડી રાત્રિનાં દીપડો પાંજરે પુરાતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તાલુકાનાં સવની ગામની સીમમાં દીપડાની અવર-જવર જોવા મળતાં આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય નરશીંગભાઇ ઝાલાએ વનવિભાગને જાણ કરતાં સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી આજે સાંજે પાંજરૂ ગોઠવ્યું હતુ.

ત્યારબાદ રાત્રિના ૯:૩૦ વાગ્યાની આસપાસ દીપડો પાંજરે પુરાઇ જતા વનવિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડાને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર થતી હોય રાત્રિના સમયે ખેડૂતો તેમના ખેતરમાં પિયત કરવા જઇ શકતા નથી તેમજ હાલમાં શેરડીના વાડ મોટા થતાં જાય છે અને તેમાં દીપડાઓ વસવાટ કરતા હોય આ વિસ્તારમાં દિવસના સમયે વીજ પુરવઠો આપવા નરશીંગભાઇ ઝાલાએ માંગણી કરી છે.

No comments: