
જૂનાગઢ, તા. ૭
ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર ખેલાડીઓ ઇરફાન અને યુસુફ પઠાણ
સહપરિવાર ગીર અભયારણ્યના મહેમાન બન્યા છે. આગામી ત્રણ દિવસ સુધી તેઓ અહીં
રોકાશે. બન્ને ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે
આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઇરફાન પઠાણ અને યુસુફ પોતાના પરિવાર સાથે આજે સવારે ગીરનાં જંગલમાં આવી પહોંચ્યા હતા. તેઓ ગીરના હેડક્વાર્ટર સાસણ ખાતે રોકાયા છે. આજે સવારે પઠાણ પરિવારે જંગલમાં નજીકમાં જ દશ સિંહો જોયા હતા તથા બન્ને ક્રિકેટર ભાઈઓ સિંહદર્શન કરીને રોમાંચિત બન્યા હતા. બપોર બાદ સાડા ચારેક વાગ્યાના અરસામાં આ પરિવાર ફરી વખત જંગલમાં સિંહદર્શન માટે પહોંચી ગયો હતો. વન વિભાગનો સ્ટાફ પણ તેઓની સાથે રહ્યો હતો. ત્રણ દિવસ સુધી આ પરિવાર અહીં રોકાઈને પ્રકૃતિની મજા માણશે. બન્ને સ્ટાર ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
http://www.sandesh.com/article.aspx?newsid=62704
No comments:
Post a Comment