Friday, June 22, 2012

ધારીનાં ભાયાવદર-ડાંગાવદરની સીમમાં જંગલી પ્રાણીના ત્રસ્તથી ખેડૂતો હેરાન


ધારી તા.૨૧
ધારી તાલુકાના ભાયાવદર અને ડાંગાવદર ગામના લોકો કે જેઓ માત્ર ખેતીકામ કરે છે, તેઓ જંગલી પ્રાણીઓથી ત્રાસી ગયાં છે. અને જો ટુંક સમયમાં ઘટતા પગલાં ન લેવાય તો ધારીની વન વિભાગની કચેરી સામે આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
  • ઘટતું ન થાય તો ધારી કચેરી ખાતે આંદોલનની ચીમકી
ગામડાઓમાં ભૂંડ અને નિલગાયનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.ખેતરમાં ઉભેલા પાકને આ પ્રાણીઓ ખુબ મોટું નુકશાન પહોંચાડી રહ્યાં છે. આ પ્રાણીઓ દ્વારા ખેતીને થતું નુકશાન અટકાવવા ખેડૂતોને રાત-દિવસ ખેતરનું રખોપું કરવું પડે છે. પરંતુ ગીર કાંઠાના વિસતારમાં આવેલા ગામડાઓમાં ભૂંડ, નિલગાય, સુવર ઉપરાંત સિંહ અને દીપડાની રંજાડ પણ ખુબ વધી ગઈ છે. સિંહ અને દીપડા જેવા રાની પશુઓ ખેતરનું રખોપુ કરવા ગયેલા કે ખેતી કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર અવાર નવાર હુમલા કરતા હોવાથી ખેતી કામ અને રખોપુ કરવું અતી મુશ્કેલ બની ગયું છે.ત્યારે ધારી તાલુકાના ભાયાવદર અને ડાંગાવદર ગામે પણ આવી જ સ્થિતિથી ગામજનો તંગ આવી ગયાં છે.આ ગામના લોકો માત્ર ખેતી પર જ જીવન નિર્વાહ ચલાવતા હોવાથી ગ્રામજનોની સ્થિતિ દયનીય બની ગઈ છે.આખરે કંટાળેલા ગ્રામજનો વતી ભાયાવદરના સરપંચ ભાયાભાઈ મતવડાએ વન વિભાગના ગાંધીનગર, અમરેલી અને ધારીના અધિકારીઓને રજુઆત કરી આ પ્રશ્નનો નિવેડો લાવવા માગણી કરી છે.
જો આ પ્રશ્ને દસ દિવસમાં કોઈ ઘટતા પગલાં ન લેવાય તો ધારીની કચેરી ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=66826

No comments: