
માળીયાહાટીના : માળીયાહાટીના તાલુકાના વાંદરવડ ગામની સીમમાં આજે સાંજે ૬ કલાકે એક કુવામાં પડી ગયેલા સિંહણના બચ્ચાને વન વિભાગે બચાવી લઈ માતા સાથે મિલન કરાવ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા પંથકના વાંદરવડની સીમમાં એક સિંહણ,બે સિંહ અને બે બચ્ચા વિહરે છે. આજે વિહરતા વાંદરવડ ગામની સીમમાં એક ખુલ્લા કુવામાં બે બચ્ચામાંથી એક બચ્ચુ પડી જતા સિંહ પરિવારે ગર્જના કરી સીમ ગજવી મુકતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા આરએફઓ પરમાર, ફોરેસ્ટર બચાવ ટુકડી સાથે આવી એક કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢી પશુ તબીબ પાસે બચ્ચાને ચેક કરાવી માતા સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
No comments:
Post a Comment