![ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન, amreli news in gujarati](http://i9.dainikbhaskar.com/thumbnail/680x588/web2images/www.divyabhaskar.co.in/2016/11/27/amreli-risque-1_148019498.jpg)
ડોળાસાઃ
કોડીનારનાં ડોળાસા ગામે કુવામાં ખાબકતાં 9 વર્ષનાં સિંહનું મોત થયું
હતું. કુવામાં પડી ગયેલી વાછરડીનું શિકાર કરવા પાછળ દોડતા આ ઘટના બની
હોવાનું અનુમાન છે. ડોળાસા ગામે ઊના રોડ પર પાદરમાં કરશનભાઇ અરજણભાઇ
ડોડીયાની વાડીમાં ગત તા.24નાં રાત્રીનાં 10 વાગ્યે સિંહે આવી ઢોરવાડામાં
ત્રાટકતાં એક વાછરડી જીવ બચાવવા કુવામાં પડી ગઇ હતી.
જયારે બીજી વાછરડી સકંજામાં આવી જતાં નજીકનાં કપાસનાં ખેતરમાં ઢસડી જઇ મારણની મીજબાની માણી હતી. બાદમાં કુવામાં પડી ગયેલી વાછરડીનો શિકાર કરવામાં સિંહ કુવામાં ખાબકી જઇ મોતને ભેટયો હોવાનું અનુમાન છે. આ બનાવનાં પગલે સરપંચ નાનુભાઇ મોરી, વનખાતાનાં ડોડીયા, પઠાણ, ભલગરીયા, મોરી, સેવરા, વેગડ સહિતનાં સ્ટાફે ત્યાં પહોંચી કુવામાં ખાટલો ઉતારી મૃતદેહને બહાર કાઢી જામવાળા ખાતે પીએમમાં મોકલી આપ્યો હતો. એસીએફ સાકીરા મેડમે પણ સ્થળની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. ડોળાસા પંથકમાં વન્ય પ્રાણીનાં મોતની આ પ્રથમ ઘટના હોય લોકોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
No comments:
Post a Comment