
રાજુલા:રાજુલાના
પીપાવાવનો ચાર માર્ગીય રસ્તો અવાર નવાર સાવજોનો ભોગ લે છે. અહિં સાવજોની
સુરક્ષાની માત્ર વાતો જ થાય છે અને સાવજોનો ભોગ લેવાતો રહે છે. ગઇરાત્રે પણ
અહીં સિંહ-સિંહણ અને એક સિંહબાળે રસ્તા પર જ અડ્ડો જમાવી દીધો હતો. જેને
પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં સાવજો પર ખતરો હોય વનતંત્ર યોગ્ય
પગલા લે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું
ભુતકાળમાં
પણ પીપાવાવ ફોર વે પર અજાણ્યા વાહનોની હડફેટે સાવજોના મોતની ઘટના બની ચુકી
છે. ગીર જંગલ બહાર વસતા સાવજો છેક પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારમાં પણ
મોટી સંખ્યામાં વસી રહ્યા છે. અવાર નવાર જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે
તે પીપાવાવ ફોર વે પર આ સાવજો આવી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે.
ગઇરાત્રે ફરી એકવાર આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું.
એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા
સુત્રોમાંથી
જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર
આવી ચડ્યા હતાં અને આ સાવજ પરિવારે રસ્તા પર જ અડ્ડો જમાવ્યો હતો. જેને
પગલે થોડીવાર માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. સદનશીબે ગઇ રાત્રે તો કોઇ
અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી
છે. જેને પગલે વનતંત્ર સાવચેતીના પગલા લે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી
છે.
No comments:
Post a Comment