Monday, November 13, 2017

70 થી વધુ કર્મીઓએ 90 ટન કચરો, 25 બોરા પ્લાસ્ટીકનો કર્યો નિકાલ

Bhaskar News, Junagadh | Last Modified - Nov 03, 2017, 11:32 PM IST
જૂનાગઢમાં ગરવા ગીરનાર ફરતેની યોજાયેલી લીલી પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી છે
જૂનાગઢ: જૂનાગઢમાં ગરવા ગીરનાર ફરતેની યોજાયેલી લીલી પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચી છે. વિધીવત રીતે 4 નવેમ્બરના રોજ પરિક્રમા પૂર્ણ થશે પરંતુ લગભગ જંગલ ખાલી થઇ ગયું છે. લોકો પરિક્રમા પૂર્ણ કરી પોતાના વતન ભણી રવાના થઇ ગયા છે. હવે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા મનપાના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાના જણાવ્યા અનુસાર કમિશ્નર વી.જે. રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર એમ. કે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ70 થી વધુ કર્મીઓએ ભવનાથમાં સફાઇ શરૂ કરી છે જેમાં 90 ટન કચરો, 25 બોરા પ્લાસ્ટીકનો નિકાલ કરાયો છે. આ ઉપરાંત ભવનાથના અનેક રોડમાં પણ સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દામોદર કુંડની પણ સફાઇ કરવામાં આવી છે. હજુ 1 અઠવાડિયા સુધી આ કામગીરી કરવામાં આવશે.

No comments: